પુત્ર અભિષેકને એવોર્ડ મળતા બોલીવૂ શહેનશાહ થયા રાજીના રેડ

  • March 25, 2023 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • જૂનિયર બચ્ચન  ઘણા સમયથી ફિલ્મોથી દૂર,સ્પોર્ટ્સની કરીબ
  • જયપુર પિંક પેન્થર કબડ્ડી ટીમે વિરાટ કોહલી ઓનર્સ ટ્રોફી જીતી



બોલીવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન આજકાલ ખૂબજ ખુશ  છે. તેમની ખુશીનું કારણ પુત્ર અભિષેક બચ્ચન છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે  અંગત જીવનની વિગતો શેર કરતા રહે છે. હાલમાં તેઓ ખૂબ જ ખુશ છે, જેનુ કારણ એ કે તેમના પુત્ર અભિષેક બચ્ચનને એક્ટિંગ બાદ હવે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ એવોર્ડ મળ્યો છે.

 આમ તો કેટલાક સમયથી અભિષેક બચ્ચને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, અને અમિતાભે તેની દરેક ભૂમિકાની પ્રશંસા કરી છે. હવે જ્યારે અભિષેકને રમતગમતના ક્ષેત્રમાં પણ એવોર્ડ આપવામાં આવ્યો છે, ત્યારે પણ તે ખુશ છે. તેણે અભિષેકનો ફોટો શેર કરીને તેને અભિનંદન પાઠવ્યા છે.

અમિતાભ બચ્ચને એવોર્ડ મેળવતા પુત્રનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આમાં અભિષેક એવોર્ડ હાથમાં લઈને એકદમ ખુશ દેખાઈ રહ્યો છે. ફોટો સાથે અમિતાભે કેપ્શનમાં લખ્યું છે કે...

 YEEEAAAAHHHHHHH અભિષેક, મારું ગૌરવ. 10મા ફિલ્મફેર માટે શ્રેષ્ઠ અભિનેતાએ જીત્યો એવોર્ડ, જયપુર પિંક પેન્થર્સ કે જેના તમે માલિક છો, કબડ્ડીમાં ચેમ્પિયન્સ લીગ જોઈ. અને હવે તમારી ટીમે વિરાટ કોહલી ફાઉન્ડેશન સ્પોર્ટ્સ ઓનર્સ ટ્રોફી જીતી લીધી છે. તેણે ફૂટબોલ અને ક્રિકેટની અલગ-અલગ લીગની સ્પર્ધામાં આ ટ્રોફી જીતી છે.

અભિષેક બચ્ચને પણ તેના પિતાના વખાણ વાંચ્યા અને તેના પર પ્રતિક્રિયા આપી. અભિષેકે લખ્યુ...

 'આભાર પિતા, તમને પ્રેમ.' અમિતાભે પોતાના બ્લોગમાં અભિષેક વિશે પણ લખ્યું છે. પુત્રની સફળતા જોઈને અમિતાભ ખૂબ જ ખુશ દેખાય છે. અમિતાભને કબડ્ડીનો ખૂબ જ શોખ છે. જ્યારે પણ પ્રો કબડ્ડી લીગ શરૂ થાય છે, તે દરમિયાન આખો બચ્ચન પરિવાર તેમની ટીમ જયપુર પિંક પેન્થર્સ (JPP)ને ખુશ કરવા પહોંચે છે.

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનું બોન્ડ ખૂબ જ ખાસ છે. બિગ-બી હવે 80 વર્ષના થઈ ગયા છે. આવી સ્થિતિમાં તેમનો પુત્ર અભિષેક બચ્ચન એક્ટર માટે તેમનો સપોર્ટ સિસ્ટમ છે. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ ખાસ તહેવારો પર બચ્ચન પરિવારના ફોટા ખૂબ વાયરલ થાય છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ છે. તે ગણપત, પ્રોજેક્ટ કે અને બટરફ્લાય જેવી ફિલ્મોનો ભાગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application