કેસી બોકાડિયા ન હોત તો અમિતાભ બીગબી ન હોત

  • June 22, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડિરેક્ટરે આજ કા અર્જુન બનાવી અને અમિતાભની ડૂબતી નૈયા લાગી પાર
અમિતાભ બચ્ચન આ દિવસોમાં પ્રભાસની અપકમિંગ ફિલ્મ કલ્કી 2898 એડી માટે લાઇમલાઇટમાં છે. આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. આ એક્શન ફિલ્મની પણ ખૂબ જ ઉત્સાહથી રાહ જોવાઈ રહી છે. પરંતુ આ ફિલ્મની રિલીઝ પહેલા અમે તમને અમિતાભના તે ખરાબ દિવસ વિશે જણાવી રહ્યા છે જ્યારે લોકોએ બિગ બીનો સાથ છોડી દીધો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને ટેકો આપનાર કોઈ નહોતું. પછી તેને એક ફિલ્મ મળી જેણે તેમની ડૂબતી નૈયા પાર કરાવી.
બોલિવૂડ બાદ અમિતાભ બચ્ચન હવે સાઉથની ફિલ્મોમાં પણ હિટ મશીન બની ગયા છે. તેમની કોઈપણ ફિલ્મની માત્ર એક ઝલક પૂરતી છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર એવી નોટો છાપે છે કે લોકો તેને જોતા જ રહી જાય છે. આવો જ સંયોગ આગામી ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ સાથે પણ જોવા મળી રહ્યો છે. જો કે, આ ફિલ્મના લગભગ 37 વર્ષ પહેલા અમિતાભની હાલત ખૂબ જ કફોડી બની હતી. સુપરસ્ટાર હોવા છતાં તે ફ્લૉપ રહ્યા. તે દિવસો તેમની કારકિર્દી માટે અભિશાપ બની ગયા. તે વર્ષ 1987નું વર્ષ હતું. આ એ જ વર્ષ છે જ્યારે લોકો તેને મળવાથી દૂર ભાગતા હતા. આવા ખરાબ સમયમાં જો કોઈએ તેમને દિલથી સાથ આપ્યો હોય તો તે ડિરેક્ટર કેસી બોકાડિયા હતા
આપને જણાવી દઈએ કે આ ફિલ્મ અમિતાભના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ હતી, જેમણે તેમના કરિયરને માંડ-માંડ બચાવ્યું હતું. તમને 34 વર્ષ પહેલા 1990માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આજ કા અર્જુન’ યાદ હશે. આ ફિલ્મ એક ક્રાઈમ ડ્રામા હતી, જેના ગીતો, ગોરી હૈ કલૈયાં, પાન કી દુકાન પર આજે પણ પૉપ્યુલર છે. આ ફિલ્મમાં અમિતાભની સાથે જયા પ્રદા, રાધિકા, સુરેશ ઓબેરૉય, કિરણ કુમાર, અમરીશ પુરી, ઋષભ શુક્લા વગેરે લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન કેસી બોકાડિયાએ કર્યું હતું.
કેસી બોકાડિયાએ અમિતાભને તેમના ખરાબ દિવસોમાં સપોર્ટ કર્યો હતો. કેસી બોકાડિયાએ વર્ષ 1972માં ‘રિવાઝ’થી નિર્માતા તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેમણે ‘આજ કા અર્જુન’થી ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને મુખ્ય પાત્ર ભજવ્યું હતું.જ્યારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું ત્યારે બોફોર્સ કૌભાંડમાં બિગ બી ફસાયા હતા. તે દિવસોમાં લગભગ બધા જ બિગ બીને છોડી ચૂક્યા હતા. ડાયરેક્ટરને તેમની સાથે ફિલ્મો બનાવવી પસંદ ન હતી અને ઓડિયન્સને તેમની ફિલ્મો જોવાનું પસંદ નહોતું. કારણ કે બધા તેને ગુનેગાર માનવા લાગ્યા હતા. એવું લાગતું હતું કે બિગ બીની કારકિર્દી ખતમ થઈ જશે, પરંતુ કેસી બોકાડિયાએ તે મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપ્યો.
ભલે લોકો અમિતાભ વિશે ધમકીભર્યા પત્રો લખતા હતા અને તેમની ફિલ્મોના સેટને નુકસાન પહોંચાડવાનું કહી રહ્યા હતા. બધાને લાગ્યું કે ફિલ્મ ‘આજ કા અર્જુન’નું શૂટિંગ બંધ થઈ જશે અથવા તો તેને પડતી મૂકવામાં આવશે અથવા જો રિલીઝ થતાં ફ્લૉપ થઈ જશે. પરંતુ કે.સી.બોકડિયાએ આ વાતને તેમના કામ પર અસર થવા ન દીધી. તે માત્ર અમિતાભ સાથે કામ કરતા રહ્યા. એવું કહેવાય છે કે ડિસ્ટ્રીબ્યૂટર્સે કેસીની ફિલ્મ ખરીદવાની ના પાડી દીધી. પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. કે.સી.બોકડિયા જે આત્મવિશ્વાસ સાથે લોકોને આશ્વાસન આપતા હતા તે આખરે સાચો સાબિત થયો.
‘આજ કા અર્જુન’ એ અમિતાભના કરિયરને પાટા પર લાવી દીધું.
રિપોર્ટ મુજબ, સૌથી પહેલા એક્ટર જેકી શ્રોફને આ ફિલ્મમાં અનુપમ ખેરનો રોલ ઑફર કરાયો હતો. જોકે તેમણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. આ પછી અનુપમ ખેરે પોલીસ ઓફિસર તરીકે ઘણી વાહવાહી મેળવી હતી.
ફિલ્મના બોક્સ ઑફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ 1990ની ચોથી શાનદાર ફિલ્મ હતી, જેણે બોક્સ ઑફિસ પર 13 કરોડ રૂપિયાનું સારું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ 1987માં બોફોર્સ કૌભાંડમાં અમિતાભને ક્લીનચીટ મળ્યા બાદ રિલીઝ કરવામાં આવી હતી, જેનાથી તેમને જબરદસ્ત ફાયદો થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application