અમિતાભ બચ્ચને હાથ જોડીને માંગી પ્રભાસના ચાહકોની માફી

  • June 24, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીગબી એ કહ્યું કે ફિલ્મમાં મારા રોલના લીધે પ્રભાસના ફેન્સ નારાજ થઈ શકે

કલ્કી 2898માં સ્ટાર-સ્ટડેડ કાસ્ટ. સામેલ છે. તેમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને દિશા પટણી જોવા મળશે. કલ્કી 2898 એડી નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. જો કે આ ફિલ્મ વિષે નવી બાબત એ સામે આવી છે કે બિગ બી માંગી રહ્યા છે પ્રભાસના ફેન્સની માફી, જેના પર ચર્ચા શરુ થઈ છે.
કલ્કિ 2898 એડીમાં સ્ટાર્સનો મેળાવડો છે. તેમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હાલન, દીપિકા પાદુકોણ અને દિશા પટણી જોવા મળશે. કલ્કી 2898 એડી નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. કલ્કિ 2898 એડીનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું છે કે ફિલ્મમાં અશ્વત્થામાનું પાત્ર ભજવી રહેલા અમિતાભ બચ્ચને હાથ જોડીને પ્રભાસના ફેન્સની માફી માંગી છે. બિગ બીની પ્રભાસની માફી અચાનક ચર્ચામાં આવી ગઈ છે.
હવે પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. કલ્કી 2898 એડીની ટીમ પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન, અમિતાભ બચ્ચન, ફિલ્મ નિર્માતા સ્વપ્ના અને પ્રિયંકા સાથે એક ઈન્ટરવ્યુ આવ્યો છે. આ ઈન્ટરવ્યુમાં તે કહે છે કે, 'જ્યારે નાગે આ વિષય પર ચર્ચા કરવા માટે મારો સંપર્ક કર્યો, ત્યારે તેણે મને માત્ર એક ચિત્ર બતાવ્યું કે મારું પાત્ર અને પ્રભાસ કેવું દેખાશે.અને હું એ બીગબી હતો જેણે 'ધ પ્રભાસ'ને છઠ્ઠીના દૂધની યાદ અપાવી હતી. પ્રભાસના ફેન્સ મને માફ કરી દેજો. હું હાથ જોડીને માફી માંગું છું. મેં ફિલ્મમાં જે કર્યું છે તે પછી મને મારી ન નાખતા. બિગ બી ફિલ્મમાં તેમની અને પ્રભાસ વચ્ચેના ફાઇટ સીન્સનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે બે ટ્રેલરમાં જોયા છે.કલ્કી 2898 એડી 27મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કલ્કિનું થીમ મ્યુઝિક આજે રિલીઝ થશે. કલ્કિનું બજેટ લગભગ 600 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મના સેટેલાઇટ અને ડિજિટલ રાઇટ્સ મોટી કિંમતે વેચાયા છે. હવે જોવાનું એ રહે છે કે પ્રભાસ બોક્સ ઓફિસ પર કેટલો મોટો ચમત્કાર કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application