આ કામના આરોપી સામરાજ ખેતશી બુચડ (ગઢવી) દ્વારા તા.17-9-23ના રોજ ફરીયાદી પાસે આવી જણાવેલ કે મારે અંગત કારણસર ા. 1,50,000 જરુરિયાત હોય તમો તાત્કાલિક સગવડો કરી આપો, તેથી ફરીયાદીએ ા. દોઢ લાખ આ કામના આરોપીને સંબંધ દાવે વગર વ્યાજે હાથ ઉછીના આપેલ અને અમો ફરીયાદીને આ કામના આરોપી દ્વારા જણાવેલ કે બે માસની અંદર પરત ચુકવીઅ ાપીશું ત્યારબાદ બે માસ પુરા થયેથી ફરીયાદી આ કામના આરોપી પાસેથી હાથ ઉછીની રકમ પરત માંગતા આરોપીએ તા.17-11-23ના રોજનો એકસીસ બેંક ત્યારબાદ ફરીયાદી દ્વારા તા.17-11-23ના રોજ તમો આ કામના આરોપી દ્વારા આપેલ ચેક અમારા આઇ.સી.આઇ.સી.આઇ.બેંકના એકાઉન્ટમાં ડીપોઝીટ કરાવેલ. પરંતુ તા.20-11-23ના રોજ સદરહુ ચેક ફંડ ઇનસફીસયન્ટના શેરા સાથે પરત ફરેલ.
ત્યારબાદ ફરીયાદી દ્વારા આ કામના આરોપીને ચેક પરત ફયર્િ અંગેની અમોના વકીલ ભાર્ગવ પી. મહેતા મારફત લીગલ નોટીસ રજી.પોસ્ટથી આપેલ અને તે નોટીસ આ કામના આરોપીએ લેવાનો ઇન્કાર કરેલ હોય રીફયુસ ના શેરા સાથે પરત ફરેલ છે. આમ ફરીયાદીએ આ કામના આરોપીને પરત ફરેલ ચેક અંગેની જાણ કરેલ ત્યારબાદ કાયદેસરની નોટીસ આપવા છતાં ફરીયાદીને કાયદેસરની નીકળતી લેણી રકમ ચુકવવાની કોઇ જ તજવીજ કરવામાં આવી નથી. આમ, આરોપી તરફથી ફરીયાદીને આપેલ ચેક પરત ફરાવી છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત કરી ચેક મુજબની રકમ ન ચુકવી નેગો. ઇન્સ્ટુ. એકટની કલમ મુજબનો ગુનો કરેલ હોય ફરીયાદી દ્વારા તેઓના વકીલ ભાર્ગવ પી. મહેતા મારફત જામનગરના ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરેલ જે કેસમાં આરોપીને સમન્સ કરતા હાજર ન થતા નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ ત્યારબાદ આરોપી દ્વારા ફરીયાદીને ચેક મુજબની તમામ રકમ ચુકવી આપતા તા.14-9-24ના રોજની નેશનલ લોક અદાલતમાં સરદહુ કેસમાં સમાધાન થતા ફરીયાદી દ્વારા કેસ વીથડ્રો કરવામાં આવેલ છે.
આ કામના ફરીયાદી દિગ્વીજયસિંહ જાડેજા તરફે ભાર્ગવ પી. મહેતા એસો.ના વિદ્વાન ધારાશાસ્ત્રી ભાર્ગવ પી. મહેતા, રામદે એન. ગઢવી તથા મયુર આર. મારકણા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech