ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાની ભેટ: અભ્યાસની સાથે નોકરી પણ કરી શકશે

  • March 07, 2023 07:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસએ જાહેરાત: STEMના ક્ષેત્રમાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગનો અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મળશે લાભ


યુએસ સરકારે સોમવારે કેટલીક વિઝા અરજીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ સ્કીમ શરૂ કરી છે. તેનાથી અમેરિકા આવવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. અમેરિકી સરકારે જાહેરાત કરી કે હવે વિધાર્થીઓ અભ્યાસની સાથે કામ પણ કરી શકશે. અમેરિકાની યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ જાહેરાત કરી છે કે STEMના ક્ષેત્રમાં OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ)નો અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ (STEM)નો અભ્યાસ કરવા અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓને પણ આનો ઘણો ફાયદો થશે.


USCIS અનુસાર, વિઝા માટે પ્રીમિયમ પ્રોસેસિંગ સેવા 6 માર્ચથી શરૂ થઈ છે. બીજી તરફ, કેટલીક અન્ય શ્રેણીઓ માટે, આ સેવા 3 એપ્રિલથી શરૂ થશે. USCIS ના ડાયરેક્ટર યુઆર એમ જડાઉનું કહેવું છે કે F-1 વિદ્યાર્થીઓને પ્રીમિયમ પ્રોસેસિંગ તેમજ ઓનલાઈન ફાઈલિંગ અને ઈમિગ્રેશનનો લાભ આપવામાં આવશે. ભારતીય મૂળના અજય ભુટોરિયાએ પણ અમેરિકી સરકારના આ પગલાની પ્રશંસા કરી છે.


ભુટોરિયાએ કહ્યું કે વિદેશી વિદ્યાર્થીઓ માટે આ અદ્ભુત સમાચાર છે, જેઓ તેમની ઓપીટી ક્લિયર કરાવવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ સાથે એફ-1 કેટેગરીના વિદ્યાર્થીઓને પણ અમેરિકામાં નોકરી માટે મંજૂરી મળશે. આનાથી માત્ર અમેરિકન અર્થતંત્રને જ નહીં પરંતુ અહીંના સમાજને પણ ફાયદો થશે.
​​​​​​​

ભારતમાં યુએસ વિઝા મેળવવા માટે રાહ જોઈ રહેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે. આ જ કારણ છે કે અમેરિકી સરકાર પણ બેકલોગની સમસ્યાના ઉકેલ માટે અનેક પગલાં લઈ રહી છે. આ માટે અમેરિકી સરકાર ભારતમાં પોતાનો સ્ટાફ વધારી રહી છે અને ભારતનું કામ ઓનલાઈન હેન્ડલ કરવા માટે અન્ય દેશોના અધિકારીઓ અને કર્મચારીઓને સામેલ કરી રહી છે. નોંધનીય છે કે, ભારતમાં યુએસ વિઝા માટે રાહ જોવાનો સમયગાળો ઘણો લાંબો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application