વિશ્વમાં ડિમેંશિયાના લગભગ 48.8 મિલિયન દર્દીઓ અને ભારતમાં હાલ 40 લાખથી વધુ ડિમેંશિયાના દર્દી છે
ડિમેંશિયાનું મોટું કારણ અલ્ઝાઈમર છે. ડિમેંશિયાથી પીડિત લોકોમાં 50 થી 70 % માં મોટું કારણ અલ્ઝાઈમરનો રોગ છે. આંકડા જણાવે છે કે, સરેરાશ પાંચથી 10 % કેસમાં અલ્ઝાઈમર વારસાગત હોય છે. અમદાવાદના એનએચએલ મેડિકલ કોલેજે ન્યૂરોલોજી વિભાગ વિભાગાધ્યક્ષ અને જાણીતા ન્યૂરો ફિઝિશિયન ડો. સુધીર શાહે આ જાણકારી આપતા તેમણે કહ્યું કે, હાલ વિશ્વમાં ડિમેંશિયાના લગભગ 48.8 મિલિયન દર્દી છે. આ સંખ્યા જો વધતી રહી તો વર્ષ 2030 સુધી આ સંખ્યા 74.7 મિલિયન થઈ જશે. ભારતમાં હાલ 40 લાખથી વધુ ડિમેંશિયાના દર્દી છે.
અલ્ઝાઈમર એસોશિએશન ઓફ ઈન્ડિયાના સચિવના પદ પર કાર્યરત ડો. શાહનું કહેવું છે કે, ભારત સહિત સમગ્ર દેશમાં વૃદ્ધ લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. એવામાં ડિમેંશિયાના દર્દી પણ વધી રહ્યા છે. મુખ્યત્વે ડિમેંશિયાની અસર 60 થી ઉપરની ઉંમરમાં જોવા મળે છે. એમ કહી શકાય છે કે, 60 વર્ષની ઉંમરના 7.4 % લોકો ડિમેંશિયાનો શિકાર થાય છે. તેનું મોટું કારણ અલ્ઝાઈમર છે.
આ બીમારીના લક્ષણોમાં સૌથી મોટું લક્ષણ એ છે કે, તેમાં જૂની વાતો યાદ રહે છે પરંતુ હાલનું કાંઈ પણ શીખવામાં મુશ્કેલી પડે છે. તાજેત્તરની ઘટનાઓ ભુલાવા લાગે છે જ્યારે જુની તમામ વાતો યાદ રહે છે. સ્વભાવ બદલવા લાગે છે. સાથે જ ટાઈમ પ્લેસમેંટ જતું રહે છે. નાહવું, ખાવુ, જેવી નિયમિત આદતો પણ ભુલાઈ જાય છે. જીવનમાં નિરસતા આવે છે અને અસમંજસતા વધતી જાય છે. પર્સનલ કેરમાં મુશ્કેલીઓ વધી જાય છે.
5-10 %માં વારસાગત બીમારી
વિશેષજ્ઞો અનુસાર, અલ્ઝાઈમર થવાના નિશ્વિત કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. તેમ છતાં દર્દીના વિચાર, યાદશક્તિ અને ભાષા પર નિયંત્રણ રાખનાર કોષ નષ્ટ થવાને કારણે અલ્ઝાઈમર થાય છે. 5 થી 10 %માં તેનું કારણ વારસાગત જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech