અલ્લુ અર્જુનને ધરપકડના થોડા કલાકોમાં જ હાઈકોર્ટમાંથી મળી ગયા જામીન, પીડિત પરિવાર કેસ પાછો ખેંચવા તૈયાર

  • December 13, 2024 08:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અલ્લુ અર્જુનની આજે સવારે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને આ કેસમાં હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે.


હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુ સાથે સંબંધિત કેસમાં તેલંગાણા હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની આજે સવારે ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સાંજે 4 વાગ્યાની આસપાસ હૈદરાબાદની લોઅર કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.


જોકે, ધરપકડના થોડા સમય બાદ અલ્લુએ આ કેસની તાત્કાલિક સુનાવણી માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ પછી સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે તેલંગાણા હાઈકોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા.


અલ્લુની ધરપકડ બાદ સેલેબ્સ આવ્યા તેના સમર્થનમાં

અલ્લુ અર્જુનની ધરપકડ પછી ચિરંજીવી, પવન કલ્યાણ જેવા મોટા સ્ટાર્સ તેના પરિવાર સુધી પહોંચ્યા હતા. જ્યારે વરુણ ધવન અને પાયલ રોહતગી જેવા કલાકારોએ પણ તેના બચાવમાં નિવેદનો આપ્યા. રશ્મિકા મંદન્નાએ કહ્યું કે તે પણ વિશ્વાસ કરી શકતી નથી કે શું થઈ રહ્યું છે. આ ઘટના પર દુખ વ્યક્ત કરતા તેમણે લખ્યું કે આ માટે કોઈ એક વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application