દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવા માટે EDને મંજૂરી આપી દીધી છે. EDએ આ કેસમાં કેજરીવાલને માસ્ટરમાઇન્ડ ગણાવ્યો હતો. EDએ 21 માર્ચે દિલ્હીના તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી અને મે મહિનામાં તેમની, પાર્ટી અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
કેરીવાલે મુખ્ય સૂત્રધાર
દારૂ કૌભાંડ કેસમાં તેની છેલ્લી ચાર્જશીટમાં, EDએ અરવિંદ કેજરીવાલ તેમજ મનીષ સિસોદિયાને કૌભાંડના માસ્ટરમાઇન્ડ તરીકે નામ આપ્યા છે. એજન્સીનું કહેવું છે કે કેજરીવાલ અને સિસોદિયાએ દક્ષિણ લોબીને મદદ કરવા માટે એક્સાઈઝ પોલિસી 2021-22માં ફેરફાર કર્યા હતા, જેમાં કથિત રીતે 100 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો, આપવામાં આવેલી 100 કરોડની લાંચમાંથી આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણી પ્રચારમાં 45 કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો હતો.
EDએ LG પાસેથી પરવાનગી
વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે પીએમએલએ કેસ કોઈપણ સરકારી હોદ્દા ધરાવતા લોકો વિરુદ્ધ નોંધાયેલા છે, તેમાં ટ્રાયલ માટે એલજીની પરવાનગી લેવી પડશે. આ અંગે EDએ દિલ્હીના મુખ્ય સચિવને આ પત્ર લખીને પરવાનગી માંગી હતી. એલજીએ હવે EDને મંજૂરી આપી દીધી છે. અરવિંદ કેજરીવાલે ચાર્જશીટ રદ્દ કરવા માટે હાઈકોર્ટમાં પણ અપીલ કરી છે, જેમાં હાઈકોર્ટે શુક્રવારે ઈડીને નોટિસ પાઠવી હતી. તમને જણાવી દઈએ કે PLMA અંગે સુપ્રીમ કોર્ટના આદેશ પહેલા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ PMLA કેસ નોંધાયેલો હતો, પરંતુ સુનાવણી શરૂ થઈ ન હતી. તેથી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ EDએ લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી પરવાનગી લીધી છે.
ચૂંટણી પહેલા AAPને મોટો ફટકો
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે આ મોટો ફટકો છે. રાજધાનીમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આ માટે તમામ પક્ષોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેના તમામ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. આવી સ્થિતિમાં EDની મંજૂરી બાદ કેજરીવાલ અને AAPની મુશ્કેલીઓ વધી શકે છે.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી ભાજપનું ષડયંત્ર છે. ભાજપ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. દારૂની પોલીસી મામલે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. તપાસ દરમિયાન 500થી વધુ લોકોને ત્રાસ આપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ: નખત્રાણામાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ, એક આરોપીની ધરપકડ
December 21, 2024 08:58 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 21, 2024 07:23 PMકાલાવડ ફાયરની ટીમે ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં રેસ્ક્યુ કરી કરોડોનું નુકસાન બચાવ્યું
December 21, 2024 07:22 PMજામનગરના રણજીતસાગર રોડ પર કુખ્યાત શખ્સના ભાઈ ધર્મેશ રાણપરીયાની પેસકદમી, તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું
December 21, 2024 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech