પોરબંદર સહિત ૨૫ જિલ્લાના પૂર્વ યોગ કો-ઓર્ડીનેટરોેને અન્યાય થયો હોવાનુ જણાવીને વડાપ્રધાનથી રાષ્ટ્રપતિ સુધી એવી રજુઆત થઇ છે કે બે વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં મહત્વનું યોગદાન આપનારા યોગ નિષ્ણાતોને બદલે લાયકાત વગરનાઓની એજન્સી દ્વારા નિમણૂંક અપાઇ છે તેથી અમને ન્યાય મળવો જોઇએ તેમ ઉમેર્યુ છે અને કુતિયાણા ખાતે આવેલા રાજકોટના સાંસદને બ પણ તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના પૂર્વ યોગ કો-ઓર્ડીનેટર જીવાભાઇ કરશનભાઇ ખૂંટીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી માંડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી કરેલી રજૂઆતમાં અને કુતિયાણા આવેલા રાજકોટના સાંસદ પુરુષોતમભાઇ પાલાને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે ગુજરાત રાજ્ય યોગબોર્ડના સ્થાપનાના પાયાના પથ્થર અને છેલ્લા પાંચ વર્ષોથી સમગ્ર ગુજરાતમાં યોગમય ગુજરાત બનાવવામાં અને બે વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં અલગ અલગ જિલ્લાના પૂર્વ યોગ કો-ઓર્ડીનેટર ૨૫ જિલ્લાના વિના કારણે જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરોને લાયકાત હોવા છતાં યોગ કો-ઓર્ડીનેટર તરીકે નિમણુક આપવામાં આવેલ નથી અને હાલમાં ૨૫ જિલ્લાઓમાં ગુજરાત રાજ્ય યોગબોર્ડમાં જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરો કામ કરી રહ્યા છે. તેઓ ઘણા યોગ કો-ઓર્ડીનેટરોની લાયકાત માંગેલી હતી તે પ્રમાણે જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર લાયકાત ધરાવતા નથી તો પણ નિમણુંકો કરવામાં આવેલી છે. તે યોગ્ય નથી ઉપરોકત બાબતે તમામ જગ્યાઓ એ મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવેલી તો પણ કોઇપણ પ્રકારનો જવાબ મળેલ નથી અને લાયકાત વગરના યોગ કો-ઓર્ડીનેટરોને અલગ અલગ જિલ્લાઓમાં નિમણુંક આપેલી છે. તો લોકોના સ્વાસ્થ્ય સામે મોટો પ્રશ્ર્ન ઉભો થશે અને લોકોના સ્વાસ્થ્યને નુકશાન થશે તો તેની જવાબદારી કોની ગણાશે તો સત્વરે પૂરી લાયકાત ધરાવતા અને પાંચ વર્ષનો યોગનો અનુભવ ધરાવતા પૂર્ણ નિષ્ઠાવાન જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરોને ન્યાય મળે અને ગુજરાતના ૨૫ જિલ્લાઓ યોગમય બને લોકોના સ્વાસ્થ્યને ન્યાય મળે તેવી આપને અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech