અલ્હાબાદ હાઈકોર્ટે 25 જૂનને ’બંધારણ હત્યા દિવસ’ તરીકે જાહેર કરતી 13 જુલાઈની સૂચનાને પડકારતી પીઆઈએલ પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ સૂચનામાં વપરાયેલી ભાષા ભારતના બંધારણનું અપમાન કરે છે. 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે જાહેર કરવું ખોટું છે કારણ કે બંધારણ એક જીવંત દસ્તાવેજ છે જે ક્યારેય મરી શકતું નથી. આ સૂચનામાં વપરાયેલી ભાષા ભારતના બંધારણનું અપમાન કરે છે. ઉલ્લેખનીય છે કે તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા 25 જૂન, 1975ના રોજ દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી.
ઝાંસી સ્થિત એડવોકેટ સંતોષ સિંહ દોહરે દ્વારા દાખલ કરાયેલ પીઆઈએલની સુનાવણી કરતા, મુખ્ય ન્યાયાધીશ અરુણ ભણસાલી અને ન્યાયમૂર્તિ વિકાસની ડિવિઝન બેન્ચે બુધવારે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો અને આ મામલાની આગામી સુનાવણી 31 જુલાઈએ નક્કી કરી હતી. આ કેસની સુનાવણી સોમવારથી શરૂ થતાં જ કેન્દ્ર સરકારના વકીલે આ કેસમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો, જેના પર કોર્ટે તેમની વિનંતી સ્વીકારી લીધી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ સૂચનામાં વપરાયેલી ભાષા ભારતના બંધારણનું અપમાન કરે છે કારણ કે 1971ના અધિનિયમની કલમ 2 મુજબ સંસદે જાહેર કર્યું છે કે શબ્દો દ્વારા બંધારણનો તિરસ્કાર દશર્વિવો ગુનો છે, પછી ભલે તે બોલવામાં આવે કે લખવામાં આવે. તેમાં કહેવામાં આવ્યું છે કે બંધારણની જોગવાઈઓ હેઠળ 1975માં કટોકટી લાદવામાં આવી હતી અને તેથી પ્રતિવાદીઓ માટે 25 જૂનને ’સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કરવું ખોટું છે કારણ કે બંધારણ એક જીવંત દસ્તાવેજ છે જે ક્યારેય મરી શકતું નથી.
આ પીઆઈએલમાં 13મી જુલાઈના રોજ ભારતના ગેઝેટમાં પ્રકાશિત આ સૂચનાને રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 25 જૂન 1975ના રોજ ઈમરજન્સી લાદીને તત્કાલીન સરકારે લોકોના અધિકારોનું ઘોર ઉલ્લંઘન કર્યું હતું. અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન ભારતના બંધારણની જોગવાઈઓનું સીધું ઉલ્લંઘન કરે છે અને 1971ના પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે.
અરજીમાં ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ જી. પાર્થસારથી દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવા પાછળના તર્ક પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વહીવટી સેવાના વરિષ્ઠ અધિકારી તરીકે પાર્થસારથી ભારતના બંધારણની સૂચનાઓનું પાલન કરવા માટે બંધાયેલા છે. જો કે, તેમણે કેન્દ્ર સરકારમાં નેતાઓની તરફેણ કરીને વહીવટમાં મહત્વપૂર્ણ પદ મેળવવા માટે આ સૂચના બહાર પાડી હતી. પિટિશનમાં દલીલ કરવામાં આવી હતી કે, ભારતના બંધારણની કલમ 77 મુજબ પ્રતિવાદી (કેન્દ્ર)ની તમામ ક્રિયાઓ ભારતના રાષ્ટ્રપતિના નામ પર લેવાની છે. જો કે, આ સૂચના કલમ 77નું પાલન
કરતી નથી. આમ, તે કલમ 77નું
ઉલ્લંઘન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech