ચારેય આરોપીએ બાંધકામ ન તોડવા આર્થિક લાભ લીધો હતો

  • June 01, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગેમઝોન અિકાંડમાં ક્રાઈમ બ્રાંચ દ્રારા ધરપકડ કરાયેલા પુર્વ ટીપીઓ સાગઠીયા તેના સાથીદારો એટીપી ગૌતમ જોષી, મુકેશ મકવાણા અને ફાયર ઓફિસર રોહીત વિગોરાને ૧૪ દિવસના રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરાતા ૧૨ દિવસના રીમાન્ડ મંજુર થયા છે. પોલીસ દ્રારા હવે આરોપીઓ દ્રારા છેલ્લ ા ત્રણ વર્ષથી વધુ સમયથી કયા કારણોસર આ ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું ન હતું અને આ ઘટના ઘટી હતી તે સહિતના મુદ્દે પુછપરછ સાથે દસ્તાવેજી પુરાવા એકત્રીત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પુર્વ ટીપીઓ સાગઠીયા અને તેની નીચેના બે એટીપી દ્રારા ગત વર્ષે જુન માસમાં બાંધકામ તોડી પાડવા માટેની ગેમઝોનને નોટીસ અપાયા બાદ બાંધકામ તોડવાની કોઈ કાર્યવાહી થઈ ન હતી અને ગત શનિવારે મોતનું તાંડવ સર્જાયું હતું. જો આ બાંધકામ નોટીસ પીરીયડ પુર્ણ થયાના ૭ દિવસ બાદ તોડી પડાયું હોત તો આવી કોઈ દુ:ખદ ઘટના બની ન હોત તેવું પોલીસનું પણ સ્પષ્ટ્રપણે માનવું છે. ગુરૂવારે બપોર બાદ આ ચારેય સરકારી બાબુઓની ધરપકડ પછી ક્રાઈમ બ્રાંચની તપાસનીશ ટીમ દ્રારા અલગ અલગ વિગતો મેળવાઈ હતી. નોટીસ પછી પણ બાંધકામ નહીં તુટવા બાબતે પોલીસને ગેમઝોનના સંચાલકો પાસેથી આરોપીઓએ આર્થિક લાભ મેળવીને ગેમઝોન ચાલુ રહેવા દીધો હોય તેવી શંકા ઉપજી છે. ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલતા ગેમઝોન બાબતે નોટીસ આપ્યા પછી પણ ખરેખર બેદરકાર રહ્યા હતા કે, કોઈ રાજકીય પ્રેસર કે આર્થિક લાભથી બાંધકામ નહોતું તોડાયું તે સહિતના મુદ્દાઓ સાથે ગઈકાલે આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા હતા. વકીલોની દલીલો પોલીસે રજુ કરેલા દસ્તાવેજી પુરાવાઓના આધારે ચારેયના ૧૨ જુન સુધીના રીમાન્ડ મંજુર થયા હતા.

ક્રાઈમ બ્રાંચની તપાસનીશ ટીમ દ્રારા અત્યાર સુધી બાંધકામ તોડી પાડવાની નોટીસ સહિતના કેટલાક નકકર પુરાવાઓ હાથ લાગ્યા છે. જેના આધારે હાલ તો આ અધિકારીઓની ફરજ નિષ્કાળજી કે બેદરકારી સ્પષ્ટ્ર બની રહી છે. હવે પોલીસ માટે રીમાન્ડ દરમ્યાન તપાસનો મુદ્દો એ પણ બન્યો છે કે, કયા કારણોસર બબ્બે વખત નોટીસ આપ્યા બાદ પણ બાંધકામ તોડવાની દરકાર લેવાઈ ન હતી ? આ બાંધકામ બાબતે ટીપીઓ સાગઠીયા દ્રારા એ સમયના મ્યુનિ. કમિશનરને જાણ કરાઈ હતી કે કેમ ? તે મુદ્દે પણ પોલીસ પુછપરછ કરી રહી છે. જો અને તો જેવી વાતો પણ બહાર આવી રહી છે કે, પોલીસ ઉંડી જઈને તપાસ કરશે તો કેટલાક રાજકારણીઓ અને પદાધિકારીઓના પગ નીચે પણ રેલો આવી શકે તેમ છે. પણ આવું બનવું શકય જેવું દેખાતું નથી. આરોપીની મુદ્રામાં સાગઠીયાએ જયારે ક્રાઈમ બ્રાંચની ઓફિસથી કોર્ટમાં લઈ જવાયા ત્યારે તેના અને સાથી આરોપી જોષી બન્નેના હાથ વચ્ચે હાથકડી છુપાવાતી હોય તે રીતની એક ગુલાબી કલરની ફાઈલ રાખવામાં આવી હતી. આ ફાઈલને લઈને કોર્ટમાં ક્રાઈમ બ્રાંચની ટીકાટીપ્પણી વકીલ વર્તુળો દ્રારા કરવામાં આવી હતી. જજનું પણ ધ્યાન દોરવામાં આવતા આ ફાઈલ સાગઠીયાના હાથમાંથી લઈ લેવામાં આવી હતી. કેટલાક વકીલે એવું કહ્યું હતું કે, કયારેયપણ આરોપીને અદાલતમાં રજુ કરે ત્યારે કબજામાં કોઈ વસ્તુ રાખવા દેવામાં આવતી નથી આ કિસ્સામાં જ ફાઈલ હતી. તે બાબતે ક્રાઈમ બ્રાંચના સુત્રોએ સ્પષ્ટ્રતા કરી હતી કે, ફાઈલમાં એવું કશું કાંઈ હતું નહીં ઉતાવળે ફાઈલ કોઈ સ્ટાફ દ્રારા હાથમાં અપાઈ ગઈ હોય શકે. જો કે, આ ગુલાબી ફાઈલ ગઈકાલે કોર્ટમાં ચર્ચાનો ભારે મુદ્દો રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application