તમામ કોલેજોને સ્ટાફની માહિતી તા.૧૧ સુધીમાં ઓનલાઈન મોકલવા આદેશ

  • September 06, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલ કોલેજો અને માન્ય સંસ્થાઓ અને અનુસ્નાતક ભવનમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફની માહિતી ઓનલાઇન વેબ બેડ એપ્લિકેશન સોટવેરના માધ્યમથી તાત્કાલિક અસરથી મોકલી દેવાનો આદેશ કુલસચિવ આર. જી. પરમાર દ્રારા કરવામાં આવ્યો છે.
ગઈકાલે મોડી સાંજે કરાયેલા આ હત્પકમની અમલવારી પ્રમાણે આજથી જ માહિતી અપલોડ કરી શકાશે અને તારીખ ૧૧ ના રાત્રે બાર વાગ્યા સુધી આવી માહિતી ભરીને અચૂકથી મોકલી દેવાની રહેશે. નિયત સમય મર્યાદામાં માહિતી નહીં મોકલનાર કોલેજ સંસ્થા અને અનુસ્નાતક ભવનના વડાઓ સામે કાર્યવાહી થઈ શકે છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના રજીસ્ટાર પરમારે પોતાના પરિપત્રમાં જણાવ્યું કે ગુજરાત સરકારે કોમન એકટ અને યુનિફોર્મ સ્ટેચ્યુટ થોડા સમય પહેલા લાગુ પાડો છે. તેને ધ્યાનમાં લઈને જુદા જુદા વિષયોની અભ્યાસ સમિતિઓ, વિધા શાખાઓ, એકેડેમિક કાઉન્સિલ તથા અન્ય વિભાગોને લાગુ પડતી જુદી જુદી સમિતિઓની રચના કરવાની થાય છે. તે અંતર્ગત તમામ શૈક્ષણિક સ્ટાફની માહિતી ઓનલાઇન વેબ બેઇડ એપ્લિકેશન સોટવેરના માધ્યમથી કરવાની થાય છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ માટે દરેક કોલેજ, માન્ય સંસ્થાઓ અને ભવનો માટે યુનિફોર્મ ઈ–મેલ આઇડી તૈયાર કરી છે. હવે પછીથી યુનિવર્સિટી આનુસંગિક તમામ બાબતો માટે ફાળવવામાં આવેલા ઇમેલ આઇડીનો જ ઉપયોગ કરી શકાશે તેમ પણ જણાવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application