રજા માટે કર્મચારીનું શરદીનું ખોટું બહાનું પકડી લેશે અલ્ગોરિધમ

  • November 27, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શરદીનું બહાનું બનાવીને હવે રજા નહીં લઇ શકાય. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્િટટૂટ ઓફ ટેકનોલોજી (એસવીએનઆઈટી)ના પ્રોફેસરે એક એવી ટેકનોલોજી વિકસાવી છે જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરીને વ્યકિતને શરદી છે કે નહીં તે તેના અવાજની ઝડપ અને લક્ષણો પરથી જાણી શકાય છે.
એસવીએનઆઈટીના ઈલેકટ્રોનિકસ વિભાગના પ્રોફેસર ડો.સુમન દેબ અને પંકજ વાલે અને તેમના માર્ગદર્શન હેઠળ પીએચડી કરી રહેલા સિબા મિશ્રાએ સ્પીચ બેડ કોમન કોલ્ડ ડિટેકશન સિસ્ટમ પર સંશોધન કયુ હતું. આ સંશોધન પેપર બાયોમેડિકલ સિલ પ્રોસેસિંગ એન્ડ કંટ્રોલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ સંશોધન જર્મનીની રેનિશ યુનિવર્સિટીના સંશોધક જારેક ક્રોઝેવકસી સાથે મળીને કરવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય વ્યકિતની સાથે શરદીથી પીડિત વ્યકિતના અવાજનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અવાજોના આધારે એક અલ્ગોરિધમ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. સિસ્ટમ દ્રારા વ્યકિત શરદીથી પીડાય છે કે કેમ તે જાણવા માટે વિવિધ શબ્દોની ચકાસણી કરવામાં આવી હતી.
સંશોધનમાં ૬૩૦ થી વધુ અવાજોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બધું નોંધીને તપાસ કરવામાં આવી હતી. યારે કોઈ વ્યકિત શરદીથી પીડિત હોય છે, ત્યારે તેના અવાજ અને તેની હલનચલનમાં ઘણો બદલાવ આવે છે. અવાજોની તપાસ કર્યા બાદ એક રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવ્યું હતું. આમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની મદદ લેવામાં આવી હતી. હવે અવાજ દ્રારા ઉધરસ શોધવા પર સંશોધન કરવામાં આવી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application