જે મકાનમાં 500ના ભાડામાં રહેતા તે ઘર અક્ષય ખરીદશે

  • April 09, 2024 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અક્ષય કુમાર બાળપણમાં જે ઘરમાં રહેતો હતો તે ઘર પ્રત્યે તેને આજે પણ લગાવ છે. તેમણે જણાવ્યું કે, તે બિલ્ડિંગ તોડવામાં આવી રહી છે અને તેમણે કહ્યું કે, તે આ બિલ્ડિંગમાં એક ફ્લોર ખરીદશે, જેમાં તે રહેતો હતો.

અક્ષય કુમારની ફિલ્મ બડે મિંયાં છોટે મિયાં 10 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન ટાઈગર શ્રોફની સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક પોડકાસ્ટ દરમિયાન અક્ષયે પોતાના બાળપણના દિવસોને યાદ કર્યા હતા.

તેમણે કહ્યું કે. તે મુંબઈના ડોન બોસ્કો પબ્લિક શાળામાં જઈ સારું લાગતું હતુ. તેમણે એ પણ કહ્યું કે, જે ઘરમાં 500 રુપિયા આપી ભાડે રહેતો હતો તે હવે ખરીદવાનો પ્લાન બનાવી રહ્યો છે.

અક્ષય કુમારે રણવીરના એક શો પર ગયો હતો. તે દરમિયાન તેમને પુછવામાં આવ્યું કે, ડોન બોસ્કો શાળાએ જઈ કેવું લાગતું હતુ. તેમણે કહ્યું મને ખુબ સારુ લાગે છે. મને મારા જૂનાં ઘર પર જવું સારું લાગે છે. અમારું જૂનું ઘર ભાડે હતુ. અમે 500 રુપિયા ભાડું આપતા હતા.

હાલમાં મેં એવી વાત સાંભળી છે કે, આ બિલ્ડિંગ તુટી રહી છે. મે કહ્યું છે તેમને કે, મારે ત્રીજો માળ ખરીદવો છે કારણ કે, હું ત્યાં રહેતો હતો. 2 બેડરુમનો ફ્લેટ બની રહ્યો છે, મારા પિતા જ્યારે કામ પર જતાં હતા તો હું અને મારી બહેન ઘરની બારી પરથી જોતા હતા. નીચે એક પેરુનું ઝાડ છે. તેમાંથી પેરું તોડતા હતા. હું હજુ પણ જ્યારે જાવ છું હું ઝાડના ફુલ તોડું છું




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application