અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મો શાહરુખ સલમાનની ઊંઘ ઉડાડી દેશે

  • March 15, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મો શાહરુખ-સલમાનની ઊંઘ ઉડાડી દેશે

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની ‘બડે મિયાં છોટે મિયાં’થી લઇને ‘વેલકમ 3’ સહિત આ અપકમિંગ ફિલ્મો બોક્સ ઓફિસ અનેક રેકોર્ડ તોડી શકે છે. આ મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર છે. લાંબા સમયથી સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મો સિનેમાઘરોમાં હિટ રહેતી નથી. સૂર્યવંશી પછી અક્ષય કુમારની આગામી ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઇ ખાસ પરફોર્મ કરી શકી નથી, પરંતુ વર્ષ 2024-25માં સુપરસ્ટાર અક્ષય કુમાર ફરી એક વાર સિનેમાઘરોમાં બધા રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. આવનારી આ ઘાંસૂ ફિલ્મો બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી શકે છે. આમ વાત કરવામાં આવે તો હાલમાં એક ખબર સામે આવી હતી કે સુપરસ્ટાર અક્ષય કુમાર એની આગામી ફિલ્મ માટે નિર્દેશક મૃગદીપ લાંબાની સાથે હાથ મેળવ્યો છે. અક્ષય કુમાર સ્ટારર નિર્દેશક મૃગદીપ લાંબાની આ અપકમિંગ મુવી એક કોમેડી ડ્રામા મુવી હશે.ટાઇગર શ્રોફ અને અક્ષય કુમારની એક્શન ડ્રામા મુવી 11 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ મુવીમાં એક્સ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સાથે રોમાન્સ કરતા જોવા મળશે.

તમિલ સુપર સ્ટાર સૂર્યા સ્ટારર બ્લોકબસ્ટર મુવી સોરારઇ પોટ્ટરુની હિન્દી રિમેક પણ આ વર્ષે સિલ્વર સ્ક્રૂન પર રિલીઝ થશે. આ મુવી 12 જુલાઇ 2024ના રોજ સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. આ મુવીમાં અદાકાર રાધિકા મદાન જોવા મળશે.અક્ષય કુમાર સુપરસ્ટાર અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળશે. આ મુવીને મેકર્સ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરશે. મુવીમાં અક્ષય કુમારનો એક જબરજસ્ત કેમિયો નજર પડશે.અક્ષય કુમાર અને સારા અલી ખાન સ્ટારર મુવી સ્કાર્ઇફોર્સના મેકર્સ આ વર્ષે 2 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ કરશે. આ ફિલ્મને લઇને ફેન્સમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.અક્ષય કુમારની મલ્ટી સ્ટારર મુવી વેલકમ 3 પણ આ વર્ષે સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે. આ મુવીને મેકર્સ ક્રિસમસમાં એટલે કે લગભગ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવાની તૈયારીમાં છે.બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને વારસી સ્ટારર કોર્ટ રૂમ ડ્રામા મુવી જોલી એલએલબી 3ને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ મુવી આગામી વર્ષ 2025 સુધી રિલીઝ થઇ શકે છે.સાયકો મુવીને લઇને સતત ચર્ચાઓ થઇ રહી છે. આ મુવી રોહિત શેટ્ટી અને મોહિત સુરી મળીને બનાવશે. આ મુવી વર્ષ 2025 સુધી રિલીઝ થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application