મહારાષ્ટ્ર્રમાં નવાજૂનીના એંધાણ: અજીત પવારને મહત્વ નહીં મળતા નારાજગી

  • October 04, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક ગઠબંધન સરકારમાં કથિત અસ્વસ્થતા વચ્ચે થઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ સામેલ હતા. અજિત પવાર તેમના કાકા અને રાષ્ટ્ર્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સ્થાપક શરદ પવારની ઇચ્છા વિદ્ધ શિવસેના–ભાજપ સરકારમાં જોડાયા હતા.


અજિત મંગળવારે મુંબઈમાં રાય કેબિનેટની બેઠકમાં હાજરી આપી ન હતી. તેઓ એનસીપીના બે તૃતીયાંશ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને શિંદે–ફડણવીસ સરકારમાં જોડાયા હતા અને કહ્યું હતું કે તેમનો જૂથ વાસ્તવિક એનસીપી છે. શરદ પવારની આગેવાની હેઠળના જૂથે એનસીપી પાર્ટી અને ચૂંટણી ચિ઼ માટે અજિત પવારના દાવાઓનો વિરોધ કર્યેા છે અને ચૂંટણી પંચનો સંપર્ક કર્યેા છે.


અજિત પવાર નારાજ?
યારથી શિંદે જૂથ, ભાજપ અને એનસીપીની સરકાર સત્તામાં આવી છે. ત્યારથી કોઈને કોઈ કારણસર સરકારમાં હોબાળો થતો જોવા મળી રહ્યો છે. એનસીપી સત્તામાં આવ્યાને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી મંત્રી પદનો પ્રશ્ન ઉકેલાયો નથી. એ વાત જાણીતી છે કે શિંદે જૂથ સાથે અજિત પવાર જૂથ સતારા, પુણે, રાયગઢના મંત્રી પદ માટે દબાણ કરી રહ્યું છે. એ જ રીતે અજિત પવાર જૂથના કેટલાક ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રી ફડણવીસને મળ્યા અને સંરક્ષણ અંગે ચર્ચા કરી હતી.


અજિત પવાર રાયમાં મહાગઠબંધન સરકારથી નારાજ હોવાની ચર્ચા છે. એવું જોવામાં આવ્યું હતું કે ગણેશોત્સવ દરમિયાન અજિત પવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે ભગવાન ગણેશના દર્શન કરવાનું ટાળ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર બિમારીના કારણે બેઠકમાં હાજર રહી શકયા ન હતા.અજિત પવારના જૂથના મંત્રીઓ અને મહત્વપૂર્ણ નેતાઓ વચ્ચે દેવગિરી સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. પરંતુ સુનીલ તટકરેએ કહ્યું કે આ બેઠકમાં અજિત પવાર પણ હાજર ન હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application