સિંહની જેમ ગર્જના કરશે અજય ફિલ્મ સિંઘમ અગેનનો ફર્સ્ટ લુક રિલીઝ

  • November 22, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રોહિત શેટ્ટીએ સિંઘમ અગેનને લઇને મોટી અપડેટ આપી છે. ફિલ્મમાંથી પહેલી વાર અજય દેવગનનો લુક સામે આવ્યો છે. ફરી એક વાર અજય દેવગન બાજીરાવ સિંઘમના લુકમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. સંબંધિત વીડિયોઝ સિંઘમ અગેનની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સિંઘમ ફ્રેન્ચાઇઝની બધી ફિલ્મો લોકોને પસંદ પડી હતી. જો કે હવે ફરી એક વાર સિંઘમનો ત્રીજો પાર્ટ આવવાનો છે. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. ફિલ્મ મેકર્સ સતત ફિલ્મના પાત્રો સાથે જોડાયેલી પોસ્ટ કરી રહ્યા છે. કરિના કપૂરના લુક પછી અજય દેવગનનો લૂક જારી કર્યો છે. જો કે અજય દેવગનનો આ લેટેસ્ટ લુક જોઇને ફેન્સ પણ વિચારમાં પડી ગયા છે. અજયનો આ લુક ધમાકેદાર છે. અજય દેવગન બાજીરવા સિંઘમના અવતારમાં પહેલાંની જેમ સોલિડ લાગી રહ્યા છે. ફિલ્મ મેકર રોહિત શેટ્ટીએ ઘાંસૂ પોસ્ટર લોકો માટે શેર કર્યુ છે. રોહિત શેટ્ટીએ શેર કરેલા આ પોસ્ટમાં અજયનો સોલિડ લુક જોઇને ફેન્સ ફિદા થઈ ગયા છે . અજયનો આ લુક જોઇને ફેન્સ મુવી ક્યારે રિલીઝ થશે એની રાહ જોઇને બેઠા છે. આ પહેલાં તમે ક્યારેય પણ અજય દેવગનને આ લુકમાં જોયો નહીં હોય.

રોહિત શેટ્ટીએ પોસ્ટર શેર કર્યુ
રોહિત શેટ્ટીએ અજય દેવગનનો ગ્રાફિક લુક ઇન્સ્ટાગ્રામ પર એક શાનદાર અંદાજમાં શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યુ છે કે રોહિત શેટ્ટીએ લખ્યુ છે કે..’શેર આતંક મચાતા હૈ ઔર જખ્મી શેર તબાહી! હર કિસી કા પસંદીદા પુલીસ વાલા બાજીરાવ સિંઘમ વાપસ આ ગયા હૈ.  ફરીથી ફેન્સ સિંઘમનો આ લુક જોઇને ખુશ થઇ ગયા છે. આ સાથે ફૂલ ટૂ એક્સાઇટેડ મુડમાં આવી ગયા છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application