સલમાન-શાહરૂખ નહીં, દેવગણ બની ગયો બોલિવૂડનો સૌથી મોંઘો સ્ટાર
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા મોંઘા સ્ટાર્સ છે. કોઈ 100 કરોડ તો કોઈ 150 કરોડ ફી લે છે. ફિલ્મમાં કામ કરવા માટે તમામ સ્ટાર્સ મેકર્સ પાસેથી તગડી ફી લે છે, પરંતુ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એવો સ્ટાર છે જેણે માત્ર 8 મિનિટના રોલ માટે તગડી ફી વસૂલ કરી છે.
ફિલ્મ સ્ટાર્સની ફી અવારનવાર સમાચારોમાં રહે છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન જેવા સુપરસ્ટાર્સ કોઈપણ ફિલ્મ માટે તગડી ફી વસૂલે છે. આજે અમે તમને એવા સ્ટાર વિશે જણાવીશું જેણે માત્ર થોડી મિનિટોના કેમિયો માટે મસમોટી રકમ વસૂલ કરીને બધાને ચોંકાવી દીધા હતા. તે બીજું કોઈ નહીં પણ અજય દેવગણ છે.
અજય દેવગણ બોલિવૂડનો બેંકેબલ સ્ટાર છે. તેની ફિલ્મો હિટ થશે તેવી ગેરંટી હોય છે. તેણે વર્ષ 1991માં ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જે બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. કહેવાય છે કે અજય દેવગણને ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ માટે માત્ર 5000 રૂપિયા ફી મળી હતી.
આ પછી, અજય દેવગણે બોક્સ ઓફિસ પર બેક-ટૂ-બેક હિટ ફિલ્મો આપી. તેણે ‘જીગર’, ‘વિજયપથ’, ‘દિલવાલે’, ‘જાન’ અને ‘દિલજલે’ જેવી ફિલ્મોમાં એક્શન રોલ કર્યા હતા. ‘ઈશ્ક’, ‘પ્યાર તો હોના હી થા’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’માં અજય દેવગણના રોમેન્ટિક રોલ ઓડિયન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા.
આ બધાની વચ્ચે તેની ફીમાં ધરખમ વધારો થયો. વર્ષ 2022માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘આરઆરઆર’માં અજય દેવગણે કામ કર્યું હતું. મૂવીમાં તે કેમિયો રોલમાં નજરે આવ્યો હતો. જૂનિયર એનટીઆર અને રામ ચરણની આ ફિલ્મમાં અજય દેવગણે અલ્લુરી સીતારામ રાજુના પિતા અલ્લુરી વેંકટરામા રાજુનો રોલ નિભાવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજય દેવગણે 35 કરોડ રૂપિયા ફી લીધી હતી, તેમ છતાં તેણે ફિલ્મમાં માત્ર 8 મિનિટનો રોલ કર્યો હતો. જો આ રીતે જોવામાં આવે તો અજય દેવગને 1 મિનિટ માટે અંદાજે 4.5 કરોડ રૂપિયા લીધા હતા.
આ પહેલા પણ અજય દેવગણ પોતાની મોટી ફી લઈને ચોંકાવી ચૂક્યો છે. વર્ષ 2022માં તેણે સીરિઝ ‘રુદ્ર’ સાથે ઓટીટી ડેબ્યૂ કર્યું. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી હતી. કોઈમોઈના રિપોર્ટ અનુસાર, અજય દેવગણે ‘રુદ્ર’ માટે 125 કરોડ રૂપિયાની તગડી ફી લીધી હતી. આ સાથે તે ઓટીટીનો સૌથી મોંઘો સ્ટાર બની ગયો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અજય દેવગણ જલ્દી જ ‘સિંઘમ અગેઇન’માં જોવા મળશે. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં આવશે. ‘સિંઘમ અગેન’ વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે, જેમાં અર્જુન કપૂર, અક્ષય કુમાર, રણવીર સિંહ, કરીના કપૂર, દીપિકા પાદુકોણ અને ટાઈગર શ્રોફ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં ૨.૪૩ કરોડોનું ફલેકું ફેરવનાર બિલ્ડર મનીષ કારીયા અને તેનો સાગરિત કોટાથી ઝડપાયા
January 23, 2025 11:08 AMશાપરમાં કારખાનાની ઓફિસમાં જુગારના ફીલ્ડ ઉપર એલસીબીનો દરોડો, કારખાનેદાર સહિત સાત ઝડપાયા
January 23, 2025 11:06 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ
January 23, 2025 11:06 AMપદ્મશ્રી આચાર્ય પૂ. ચંદનાજી મહારાજના જન્મોત્સવે દિક્ષા અંગીકાર કરશે માનવી બેન જૈન
January 23, 2025 11:04 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે આચારસંહિતા લાગુ
January 23, 2025 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech