થોડા દિવસો પહેલા જ રાકેશ રોશને ખુલાસો કર્યો છે કે, કરણ અર્જુન માટે સલમાન ખાન પહેલી પસંદ ન હતા. આ પહેલી ફિલ્મ હતી જેમાં ઋતિક રોશન સહાયક દિગ્દર્શક હતા.
કરણ અર્જુન એ 1995ની બોલિવુડની એક્શનથી ભરપુર ફિલ્મ છે જેનું નિર્દેશન અને નિર્માણ રાકેશ રોશન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, રાખી ગુલઝાર, મમતા કુલકર્ણી સહિત અનેક કલાકારો છે.રાકેશ રોશન દ્વારા નિર્દેશિત સુપરહિટ ફિલ્મ કરણ-અર્જુન ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. રાકેશ રોશને ખુલાસો કર્યો કે, કરણ અર્જુન માટે સલમાન ખાન પહેલી પસંદ ન હતા.
અજય દેવગણે ફિલ્મ છોડી દીધી
એક મુલાકાતમાં દિગ્દર્શક અને નિર્માતાએ એ પણ ખુલાસો કર્યો કે શાહરૂખ ખાન શરૂઆતમાં ફિલ્મમાંથી પાછળ હટી ગયો હતો અને તેની જગ્યાએ આમિર ખાનને લેવામાં આવ્યો હતો. અજય દેવગણે ફિલ્મ છોડી દીધી પછી, સલમાન ખાનને લાવવામાં આવ્યો. આ પહેલી ફિલ્મ હતી જેમાં ઋતિક રોશન સહાયક દિગ્દર્શક હતા.
એક ખાસ વાતચીતમાં રાકેશ રોશને જણાવ્યું કે, તેમના અને તેમના સંવાદ લેખક સિવાય કોઈને પણ આ પ્રોજેક્ટમાં વિશ્વાસ નહોતો. તેમણે કહ્યું, “જ્યારે મેં ફિલ્મની જાહેરાત કરી, ત્યારે મારા બે ડિસ્ટ્રીબ્યુટરએ પીછેહઠ કરી કારણ કે ફિલ્મમાં બે રોમેન્ટિક હીરો હતા. તેમણે પહેલાં કોઈ એક્શન ફિલ્મ બનાવી ન હતી. જ્યારે હું આ ફિલ્મ બનાવી રહ્યો હતો, ત્યારે કોઈને પણ તેના પર વિશ્વાસ નહોતો.” પણ બધાને મારા પર વિશ્વાસ હતો અને જ્યારે તે રિલીઝ થઈ, ત્યારે દર્શકોએ તેને સ્વીકાર્યું.
શાહરુખ ખાને પણ ફિલ્મ છોડી હતી
તેમણે આગળ એ પણ કહ્યું કે, અજય દેવગણ અને શાહરુખ ખાને કરણ અર્જુન છોડી હતી. રાકેશ રોશને કહ્યું જ્યારે અજય દેવગન જ આ વાતનો જવાબ આપી શકે છે. તેમણે કરણ અર્જુન ફિલ્મ કેમ છોડી હતી. શાહરુખ ખાને પણ ફિલ્મ છોડી હતી કારણ કે, તે અજયની જેમ ભૂમિકા નિભાવવા માંગતો હતો .રાકેશ રોશને આગળ કહ્યું તે પોતાના પાત્ર બદલવા માંગતા હતા પરંતુ મે કહ્યું કે, આ ફિલ્મ તેના પાત્ર બદલવા માટે બનાવી રહ્યો નથી. આ એક એવી સ્ટોરી છે. જેના માટે તેમને તેઓ જે હતા તે બનવા માંગતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCM યોગી અને તમામ મંત્રીઓએ કુંભમાં ડૂબકી લગાવી, ગંગા પૂજા કરી; કેબિનેટમાં લેવાયા મોટા નિર્ણયો
January 22, 2025 03:10 PMવનતારામાં લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા ૨૦ હાથીઓને કાયમી ઘર મળશે
January 22, 2025 03:10 PMકોલ્ડપ્લેનો ક્રેઝ: મુંબઈથી અમદાવાદ પહોંચવા ફલાઈટ ટિકિટના રૂા.૨૨૦૦૦
January 22, 2025 03:08 PMUPSCએ સિવિલ સર્વિસીસ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને પ્રક્રિયા
January 22, 2025 03:07 PMએઆઈની મદદથી રેલવે ટિકિટ બુકિંગની કાળાબજારી રોકી શકાશે
January 22, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech