ઐશ્ર્વર્યા રાયનો ૧૬ વર્ષ જૂના આઇકોનિક ચોલી ઓસ્કાર સુધી પહોંચ્યા

  • December 26, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગ્લોબલ આઇકોન અને ભારતીય સિનેમાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક, ઐશ્વર્યા રાય બચ્ચન વર્ષેાથી આંતરરાષ્ટ્ર્રીય સ્તરે ધૂમ મચાવી રહી છે. ઐશ્વર્યા તેની સુંદરતાની સાથે સાથે તેની ફિલ્મો માટે પણ ફેમસ છે. આ દરમિયાન અભિનેત્રી ફરીવાર ચર્ચામાં છે. ઐશ્વર્યાએ પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કયુ છે, જેમાંથી એક આશુતોષ ગોવારિકરની ૨૦૦૮ની 'જોધા અકબર' પણ છે. આ ફિલ્મમાં તેણે 'જોધા બાઈ'નું પાત્ર ભજવ્યું હતું અને તેના અવિસ્મરણીય અભિનયથી દર્શકો પર અમીટ છાપ છોડી હતી.
'જોધા અકબર'ની ભવ્યતા, વાર્તા અને પરંપરાગત પોશાકોએ પ્રેક્ષકોને ગૌરવના ઐતિહાસિક યુગમાં પહોંચાડા. આ ફિલ્મની સ્ટોરી કે સેટ જ નહીં પરંતુ કોસ્ચ્યુમની પણ ખૂબ ચર્ચા થઈ હતી. હવે જોધા અકબરમાં ઐશ્વર્યાએ પહેરેલો લહેંગા ઓસ્કાર સુધી પહોંચી ગયો છે. જોધા અકબર ફિલ્મમાં ઐશ્વર્યા દ્રારા પહેરવામાં આવેલ લાલ લનો લહેંગા પ્રતિિત ઓસ્કાર મ્યુઝિયમમાં પહોંચ્યો હતો અને વિશ્વભરના ચાહકોની પ્રશંસા મેળવી હતી. ઓસ્કાર મ્યુઝિયમ દ્રારા એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ લહેંગાને પ્રદર્શનમાં સામેલ કરવા માટે પ્રદર્શિત કરવામાં આવ્યો છે. એકેડેમી દ્રારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે – 'જોધા અકબર (૨૦૦૮)માં ઐશ્વર્યા રાય બચ્ચનનો લાલ લનો લહેંગા આંખોને આનદં આપે છે. વાઇબ્રન્ટ જરદોસી ભરતકામ, વર્ષેા જૂની કારીગરી અને છુપાયેલ રત્ન – શાબ્દિક. નજીકથી જુઓ અને ભારતનું રાષ્ટ્ર્રીય પક્ષી મોર, સંપૂર્ણ રીતે ઝવેરાતથી બનેલું છે. નીતા લુલ્લાએ ડ્રેસ માત્ર ડિઝાઇન કર્યેા ન હતો પરંતુ તેણીએ વારસો બનાવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application