રાજધાનીમાં ગાઢ ધુમ્મસનાં લીધે હવાઈ, રેલવે સેવાને અસર

  • January 16, 2024 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીમાં શિયાળો પૂરજોશમાં ખીલ્યો છે. કડકડતી ઠંડીના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. ઠંડીની સ્થિતિ એવી છે કે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે રસ્તાઓ પર વાહનોની અવરજવર પાંખી જોવા મળી હતી. કડકડતી ઠંડીથી વાહનવ્યવહાર પર સૌથી વધુ અસર પડી રહી છે. વિમાનોથી લઈને ટ્રેનો પર ખરાબ અસર પડી રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે પાલમ અને સફદરજગં એરપોર્ટ પર ૫૦૦ મીટર વિઝિબિલિટી નોંધવામાં આવી હતી.દિલ્હી–એનસીઆરમાં ગાઢ ધુમ્મસનાં કારણે અનેક લાઈટ રદ કરવી પડી છે તો ૩૦ લાઈટસ મોડી પડી હતી,ધુમ્મસના કારણે ૩૦ જેટલી ટ્રેનો પણ મોડી ચાલી રહી છે.


ધુમ્મસના કારણે ટ્રેનો અને લાઈટસ સંચાલન વિલંબમાં

ધુમ્મસની અસર રેલ્વે પર પણ પડી રહી છે. ટ્રેનો એક–બે કલાક નહીં પરંતુ ૧૦થી ૧૫ કલાક મોડી દોડી રહી છે. મંગળવારે ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી આવતી ૩૦ જેટલી ટ્રેનો મોડી ચાલી રહી હતી. લોકો રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. વિલંબના કારણે લોકો કડકડતી ઠંડી વચ્ચે સ્ટેશન પર જ જમીન પર સૂઈ રહ્યા છે. સ્ટેશન પર વિવિધ સ્થળોએ લોકો ધાબળા લપેટીને બેઠેલા જોવા મળે છે. પ્રતીક્ષાની સ્થિતિ એવી છે કે સવાર સાંજમાં ફેરવાય છે અને સાંજ સવારમાં ફેરવાય છે. આવી સ્થિતિમાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


દિલ્હી એરપોર્ટ પરથી ઉપડતી ઘણી લાઈટોના રૂટ ડાયવર્ટ

ધુમ્મસના કારણે ઘણી લાઈટો રદ કરવામાં આવી છે અને ઘણી લાઈટોના ટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મંગળવારે, દિલ્હી એરપોર્ટ પરથી ઉપડતી લગભગ ૩૦ લાઇટસ મોડી પડી હતી યારે ૧૭ લાઇટસ રદ કરવામાં આવી હતી. પાલમ એરપોર્ટ પર સવારે ૭ વાગ્યે ૧૦૦ મીટર વિઝિબિલિટી હતી. જે સવારે ૭:૩૦ વાગ્યે શૂન્ય થઈ ગઈ હતી. સફદરજગં એરપોર્ટ પર પણ સવારે ૭ વાગ્યે ૫૦ મીટર વિઝિબિલિટી હતી.


એરપોર્ટ તેમજ રેલવે સ્ટેશન પર એક સમાન વાતાવરણ

એરપોર્ટ મુસાફરોથી ભરચક જોવા મળી રહ્યું છે. લોકો કલાકો સુધી લાઈટની રાહ જોઈ રહ્યા છે. એરપોર્ટ પર એટલી ભીડ છે કે જાણે રેલ્વે સ્ટેશન હોય . ઠંડા વાતાવરણમાં મુસાફરો જમીન પર બેસીને લાઇટની રાહ જોઈ રહ્યા છે. મુસાફરોનું કહેવું છે કે પહેલા તેમની લાઈટ ૨ કલાક મોડી પડી હતી પરંતુ થોડા સમય પછી તેમને કહેવામાં આવ્યું કે લાઈટ વધુ બે કલાક મોડી પડી છે. હજુ કેટલો વિલબં થશે તે ખબર નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application