વાયુ પ્રદૂષણથી અસ્થમાનો ખતરો ૨૧ ટકા વધ્યો

  • October 29, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત, ચીન અને દક્ષિણ–પૂર્વ એશિયાના દેશોમાં યુવાઓના મોતની સંખ્યા અનેકગણી વધારે, પ્રદૂષણ નિયંત્રણ માટેના કડક નિયમોનું પાલન આવશ્યક

ઉત્તર ભારત અને ખાસ કરીને રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદુષણ ખતરનાક ટોચે છે ત્યારે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે યુવાઓમાં વાયુ પ્રદૂષણથી અસ્થમાનો ખતરો ૨૧ ટકા વધ્યો છે. આ અસર ભારત, ચીન અને દક્ષિણ–પૂર્વ એશિયાના દેશોમાં સૌથી વધુ જોવા મળી રહી છે.
ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણના વધતા જોખમ વચ્ચે એક વ્યાપક વૈશ્વિક અભ્યાસ (અસ્થમા) એ અસ્થમાના કારણે મૃત્યુઆંકમાં ભારે વધારો દર્શાવ્યો છે. ૬૮ અભ્યાસોની સમીક્ષાના આધારે સંશોધકોએ શોધી કાઢું છે કે પાર્ટિકયુલેટ મેટર ૨.૫ જેવા પ્રદૂષકોના લાંબા ગાળાના સંપર્કમાં રહેવાથી અસ્થમાના કેસોમાં વધારો થાય છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ૧.૨૦ લાખથી વધુ મૃત્યુ થાય છે. ભારત, ચીન અને દક્ષિણ–પૂર્વ એશિયાના દેશોમાં પુખ્ત વયના લોકોમાં અસ્થમાના કારણે મૃત્યુની સંખ્યા વધુ છે. નિષ્ણાતો માને છે કે વાયુ પ્રદૂષણની હાનિકારક અસરોને ઘટાડવા માટે તાત્કાલિક અસરકારક નીતિઓ લાગુ કરવી જોઈએ.
સંશોધકોના જણાવ્યા અનુસાર, ૨૦૧૯માં વિશ્વમાં અસ્થમાના એક તૃતીયાંશ કેસ પ્રદૂષિત હવામાં હાજર પાર્ટિકયુલેટ મેટર ૨.૫ના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે હતા. આ અભ્યાસ ૨૨ દેશોમાં ૨૦૧૯ અને ૨૦૨૩ વચ્ચે કરવામાં આવ્યો હતો, જેમાં ભારત અને ચીન અને દક્ષિણ એશિયાના ઘણા દેશોનો સમાવેશ થાય છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે નીતિ નિર્માતાઓએ હવા પ્રદૂષણની અસરો સામે લડવા માટે તાત્કાલિક કડક કાયદા ઘડવાની જર છે.
આ અભ્યાસો પરથી જાણવા મળ્યું કે હવામાં પ્રદૂષણના નાના કણો પાર્ટિકયુલેટ મેટર ૨.૫ જેટલા વધુ હોય છે, તેટલી મોટી ઉંમરના બાળકો અને પુખ્ત વયના લોકોમાં અસ્થમા થવાની શકયતા વધી જાય છે. દર ૧૦ માઇક્રોગ્રામ કયુબિક મીટરના વધારાથી અસ્થમા થવાનું જોખમ ૨૧ ટકા વધે છે. યારે લોકોને અસ્થમા હોય છે ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને છાતીમાં જકડાઈ જવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ બને છે.

પાર્ટિકયુલેટ મેટર ૨.૫ શું છે?
પાર્ટિકયુલેટ મેટર ૨.૫ વાસ્તવમાં હવામાં તરતા ખૂબ નાના કણો છે, જેમ કે ધૂળ અથવા ધુમાડો. આ કણો એટલા નાના છે કે આપણે તેને આપણી આંખોથી જોઈ શકતા નથી. આ કણો વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે

માસ્ક પહેરવાથી અસ્થમાનું જોખમ ઘટશે
ધ મેકસ પ્લાન્ક ઇન્સ્િટટૂટ ફોર કેમિસ્ટ્રીના લેખક ઇજગ ની અનુસાર, એવો અંદાજ છે કે ૨૦૧૯માં વિશ્વમાં અસ્થમાના એક તૃતીયાંશ કેસો પીએમ ૨.૫ના લાંબા ગાળાના સંપર્કને કારણે હતા. અસ્થમાથી પીડિત ૬.૩૫ કરોડ લોકોમાંથી ૧.૧૪ કરોડ નવા હતા. સંશોધકોએ જણાવ્યું હતું કે અગાઉના સંશોધનો દર્શાવે છે કે પીએમ ૨.૫ પ્રદૂષણ ખૂબ ઓછી આવક ધરાવતા દેશોની વસ્તી પર વધુ બોજ ધરાવે છે. પાર્ટિકયુલેટ મેટર ૨.૫ ના સ્તરમાં ઘટાડો થયો હોવા છતાં ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં અસ્થમાના કેસોમાં વધારો થયો છે.

બાળકો પર સૌથી વધુ જોખમ
સંશોધકોએ બાળકો પર પાર્ટિકયુલેટ મેટર ૨.૫ ની અસરો અંગે ઘણી મહત્વપૂર્ણ બાબતો કહી છે. વન અર્થ જર્નલમાં પ્રકાશિત તેમના વિશ્લેષણમાં જણાવાયું છે કે પીએમ ૨.૫ના લાંબા ગાળાના સંપર્કમાં રહેવાથી બાળકો અને પુખ્ત વયના લોકોમાં અસ્થમાનું જોખમ વધી જાય છે. વિશ્વમાં આવા અસ્થમાના ૩૦ ટકા કેસ આનાથી સંબંધિત છે. નિષ્ણાતોના મતે, વ્યકિત પુખ્ત બને તે પહેલાં જ તેના ફેફસાં અને રોગપ્રતિકારક શકિતનો વિકાસ થાય છે. આ કારણોસર બાળકો વાયુ પ્રદૂષણ માટે વધુ સંવેદનશીલ હોય છે. તેના સતત સંપર્કમાં રહેવાથી તેમની શ્વસન માર્ગમાં સમસ્યા થઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News