આટલા દાયકા પછી બદલાયો એર ઈન્ડિયાના સ્ટાફનો યુનિફોર્મ, મનીષ મલ્હોત્રાએ આપ્યો શાનદાર લુક

  • December 13, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સ્ટાઈલ અને કમ્ફર્ટ આપતાં શૂઝ પણ કરાયા ડીઝાઈન, નવો યુનિફોર્મ એર ઈન્ડિયાની પ્રથમ એરબસ એ૩૫૦ ફ્લાઇટ સેવામાં શરૂ થશે



ટાટા ગ્રૂપની આગેવાની હેઠળની એર ઈન્ડિયાએ કેબિન અને કોકપિટ ક્રૂ માટે નવો યુનિફોર્મ ડિસ્પ્લે કર્યો છે. એર ઇન્ડિયા માટે નવા યુનિફોર્મ ડીઝાઈન કરવાનું કામ ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યું છે. એક્સ પરની પોસ્ટમાં એર ઈન્ડિયાના સ્ટાફને નવા યુનિફોર્મ પહેરેલા દર્શાવવામાં આવ્યા હતા અને તેમાં ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની મહેનત અને વિચાર અને એર ઈન્ડિયાના યુનિફોર્મનો ઈતિહાસ દર્શાવવામાં આવ્યો હતો.



​​​​​​​એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આગામી કેટલાક મહિનામાં નવા યુનિફોર્મને તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવશે. તે એર ઈન્ડિયાની પ્રથમ એરબસ એ૩૫૦ ફ્લાઇટની સેવામાં પ્રવેશ સાથે શરૂ થશે. એરલાઈન્સની જાહેરાત મુજબ, ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ સ્ટાઈલ અને કમ્ફર્ટ બંને આપતાં શૂઝ પણ ડિઝાઈન કર્યા છે.


એર ઇન્ડિયાએ સપ્ટેમ્બર ૨૦૨૩માં સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે એરલાઇનના કેબિન ક્રૂ, પાઇલોટ્સ અને ફ્લાઇટ સ્ટાફના યુનિફોર્મ્સ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવશે. ૨૫ સપ્ટેમ્બરે એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે ૬ દાયકા પછી એર ઈન્ડિયા તેના સ્ટાફ માટે યુનિફોર્મ બદલવા જઈ રહી છે. મનીષ મલ્હોત્રાનું નામ ફેશનનો પર્યાય ગણાય છે. એર ઈન્ડિયાએ સપ્ટેમ્બરમાં તેની જાહેરાતમાં પણ લખ્યું હતું – ફેશન ટેકસ ફ્લાઈટ. એર ઈન્ડિયા દ્વારા બતાવવામાં આવેલ નવો લુક સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશની સૌથી જૂની એરલાઈનના સ્ટાફને ખૂબ જ ફેશનેબલ લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી નવી પેઢી તેની સાથે જોડાઈ શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application