એર ઇન્ડિયાએ ઇઝરાયલની ફ્લાઇટ્સ 14મી સુધી રદ કરી

  • October 09, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ એશિયા ફરી એકવાર યુદ્ધની ઝપેટમાં આવી ગયું છે. હમાસ દ્વારા શનિવારે સવારે ઈઝરાયેલ પર હુમલો કયર્િ બાદ દુનિયામાં એક નવું યુદ્ધ શરૂ થઈ ગયું છે, જેની અસર આખી દુનિયા પર જોવા મળી રહી છે. યુદ્ધને ધ્યાનમાં રાખીને એરલાઇન એર ઇન્ડિયાએ 14 ઓક્ટોબર સુધી ઇઝરાયેલની રાજધાની તેલ અવીવની તેની ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરલાઈને 14 ઓક્ટોબર, 2023 સુધી તેલ અવીવથી અને ત્યાંથી તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. પ્રવક્તાએ કહ્યું કે કંપ્નીએ આ નિર્ણય તેના ક્રૂ મેમ્બર અને તમામ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો છે. તેમણે કહ્યું કે 14 ઓક્ટોબર સુધી ક્ધફર્મ ટિકિટ ધરાવતા તમામ મુસાફરોને કંપ્ની તમામ શક્ય મદદ પૂરી પાડશે.


એર ઇન્ડિયાની પાંચ ફ્લાઈટ્સ
ટાટા ગ્રુપ્ની એરલાઈન એર ઈન્ડિયા તેલ અવીવ અને નવી દિલ્હી વચ્ચે સાપ્તાહિક પાંચ ફ્લાઈટ્સ ચલાવે છે. આ ફ્લાઈટ્સ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે છે. કંપ્નીએ શનિવારે પ્રથમ વખત ફ્લાઇટ્સ રદ કરવાની માહિતી આપી હતી.નોંધનીય છે કે હમાસે શનિવારે વહેલી સવારે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો, જેનાથી આખી દુનિયા ચોંકી ગઈ. ઇઝરાયેલ પર આ પ્રકારનો હુમલો છેલ્લા પાંચ દાયકામાં પ્રથમ વખત જોવા મળ્યો હતો.


હમાસના હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કહ્યું કે આ યુદ્ધની શરૂઆત છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માયર્િ ગયા છે,જેમાં સામાન્ય લોકોનો પણ સમાવેશ થાય છે.પીએમ મોદીએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.ભારતે ઈઝરાયેલ પરના આ હુમલાની નિંદા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ સાથે રહેવાની વાત કરતા હમાસની કાર્યવાહીને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિત ઘણા પશ્ચિમી દેશો પણ ઈઝરાયેલના પક્ષમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application