કે એલ રાહુલને ચિયરઅપ કરવા આથીયા અમદાવાદ પહોંચી

  • November 18, 2023 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચની સાક્ષી બનવા માટેઆથિયા શેટ્ટી અમદાવાદ પહોંચી ગયી છે અને ત્યાં સ્ટેડિયમમાં હાજર રહીને પતિ કે એલ રાહુલને કરશે ચિયર

રવિવાર 19 નવેમ્બરે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે. આ પહેલા બોલિવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી પતિ કે એલ રાહુલ અને ભારતીય ટીમને ચિયર કરવા માટે આજે અમદાવાદ પહોંચી છે.બોલિવુડ અભિનેત્રી અને ક્રિકેટર કે એલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા પોતાના પતિ અને ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે અમદાવાદ આવી પહોંચી છે. એરપોર્ટ પરથી તેની એક તસ્વીર સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આથિયા શેટ્ટી દર વખતે કે એલ રાહુલ અને ભારતીય ટીમને મેદાન પર ચિયર કરતી નજર આવે છે. રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે.


ફોર્મમાં છે કે એલ રાહુલ

 કે એલ રાહુલ અને સમગ્ર ભારતીય ટીમ ખુબ જ ફોર્મમાં નજર આવી રહી છે. સેમિફાઈનલ મેચમાં તેમને 20 બોલ પર તાબડતોડ 39 રનની ઈનિંગ રમી હતી. જો કે મુંબઈના વાનખેડે મેદાન પર યોજાયેલી સેમિફાઈનલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં આથિયા શેટ્ટી નજર આવી ન હતી પણ તે ફાઈનલ મેચમાં સાક્ષી બનવા માટે બે દિવસ પહેલા જ અમદાવાદ પહોંચી ચૂકી છે.


ઓસ્ટ્રેલિયા સામે 20 વર્ષ બાદ ફાઈનલ મેચ રમશે ભારત

12 વર્ષ બાદ ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. જો કે ભારત માટે ફાઈનલનો રસ્તો સરળ નથી. ભારતે ઓસ્ટ્રેલિયા ટીમનો સામનો કરવાનો છે, જે આ વર્લ્ડ કપમાં ફોર્મમાં નજર આવી રહી છે અને સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવી ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓની સાથે સાથે કે એલ રાહુલ પર પણ ફેન્સની નજર રહેશે.


કે એલ રાહુલે વર્લ્ડ કપ 2023માં એક સદી અને એક અડધી સદી ફટકારી

તમને જણાવી દઈએ કે કે એલ રાહુલે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 10 મેચ રમી છે. તેમાં 77થી વધારેની એવરેજની સાથે તેમને 386 રન બનાવ્યા છે. કે એલ રાહુલે આ વખતે એક સદી અને એક અડધી સદી ફટકારી છે. જ્યારે સ્ટમ્પિંગ કરીને એક ખેલાડીને આઉટ કર્યો છે, જ્યારે 15 કેચ પકડ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application