દ્વારકામાં આહીરાણીઓએ મહારાસ રમી રચ્યો ઇતિહાસ...એક જલક સમગ્ર કાર્યક્રમની....

  • December 25, 2023 10:50 AM 

દ્વારકામાં આહીરાણીઓએ મહારાસ રમી રચ્યો ઇતિહાસ...એક જલક સમગ્ર કાર્યક્રમની....


તીર્થધામ દ્વારકાના આંગણે 37,000 આહિરાણીઓના મહારાસ કૃષ્ણ નગરીમાં યોજાયો જેમાં રેકોર્ડ બ્રેક મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સાથે મહરાંસ રમી ઇતિહાસ સર્જ્યો હતો 
​​​​​​​

દ્વારકાની ધરતી પર આજે એસએસસી ગ્રાઉન્ડ ખાતે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા યોજાયેલા મહારાસ પ્રસંગે આજે 37,000 કરતાં વધુ આહીરાણીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસ રમી અને નવો કીર્તિમાંન સ્થાપ્યો હતો

દ્વારકાના એસએસસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મહારાષ્ટ્રમાં ગુજરાત ભર તેમજ સમગ્ર ભારતમાંથી આહીરાણીઓ આ મહારાસ માં ભાગ લેવા આવી પહોંચી હતીદેશના પશ્ચિમ ક્ષેત્રની પવિત્ર દ્વારકા નગરીમાં આજના દિવસે દિવ્ય મહારાસ નું આયોજન કરાયું હતું 800 વીઘા જમીન પર આ મહારાસ નુ આયોજન કરવામાં આવ્યું હતું 

આ અવસરે આહીર સમાજની જુદી જુદી પાંખો એક છત્ર હેઠળ જોડાઇ હતી દેશભરમાંથી દોઢ  લાખ જેટલો આહીર સમુદાય સાક્ષી બન્યો હતો 

દ્વારકાની એસએસસી કંપનીના વિશાળ પરિસરમાં નંદધામ ખાતે મહા ઇતિહાસ રચાયો હતો આહીર સમાજના અગ્રણીઓ કાર્યકરો દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવા પૂરજોશમાં તૈયારીઓ કરી હતી 

ભગવાન કૃષ્ણના યાદવ કુળના 37,000 આહિરાણીઓ આ મહારાસ ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ ઉપર જ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કર્યો હતો શ્રીમદ ભાગવત ગ્રંથના રાસ પંચાધ્યાયમાં વર્ણવાયા અનુસાર રાસેસર રસરાજ ભગવાન શ્રી કૃષ્ણના વ્રજભૂમિના દિવ્ય રાસના દર્શન અનેક મહામુનિઓએ પોતાની હજારો વર્ષની તપસ્યા થકી કર્યા હતા એ દિવ્ય મહારાજના દર્શન આ દિવસે ઉપસ્થિત સૌ જીવંત આખોથી કર્યા હતા આ એક અહોભાગ્ય અવસર બની રહ્યો હતો  ભગવાન કૃષ્ણના યાદવ કુળના 37,000 આહિરાણીઓ આ મહા રાસ ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ઉપર જ ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કર્યો 

આ ભવ્ય દિવ્ય કાર્યક્રમમાં જોડનાર 37,000 જેટલા આહીરાણીઓને આહીરાણીઓને અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મૃતિ રૂપે ગીતાજીનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું 

ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં શ્રી કૃષ્ણ સંગ રાસ રમવાની આહીરાણીઓની આંતર ભાવના સાથે આ રાસને મહારાસ નામ આપ્યું છે નોંધનીય છે કે કચ્છના વ્રજવાસી ગામમાં ઢોલીના તાલ પર રાસ રમતા શહીદી વોહરી શ્રીકૃષ્ણને પામી જનરલ નો ઇતિહાસ ઉજાગર કરવા યદુવંશના ઇતિહાસની યાદ તાજી કરવા તેમજ આવનારી પેઢી યાદવના ઇતિહાસથી જાણકાર બને તેવો ઉદ્દેશ  આયોજન પાછળ રહેલો હતો આજે યોજાયેલા આ મહારાસ વિશાળ જનમેદની ઉમટી હતી આ મહારાસ માં 37 હજારથી વધુ આહીરાણી ઓએ રાસ રમી રેકોર્ડ સર્જ્યો હતો સાથે આ મહારાસ માં બે લાખ થી વધુ લોકોએ પ્રસાદ લીધો હતો અને 3 લાખથી વધુ લોકો અહી પધાર્યા હતા સમસ્ત આહીરો એક તાંતણે બંધાય તે હેતુથી આ મહારાસ માં વિશાળ જનમેદની ઉમટી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application