નવરાત્રી પહેલા જ જામનગરની બજારોમાં ધુમ ખરીદીનો માહોલ શરૂ

  • October 13, 2023 11:03 AM 

ગયા વર્ષ કરતા આ વખતે કાર અને સ્કુટરના ભાવમાં 22 થી 30 ટકા વધારો થયો હોવા છતાં અત્યારથી જ ધનતેરસ માટે બુકીંગ શ: કપડા બજાર ગરમ બની: ઇલેકટ્રીક આઇટમોમાં દુકાનદારો તરફથી વિવિધ સ્કીમો જાહેર: કયાંક શ્યોર ગીફટના નામે ગ્રાહકોને લલચાવા પ્રયાસ: સોના-ચાંદીના ભાવમાં હાલ થયો ઘટાડો


જામનગર સહિત સમગ્ર હાલારમાં તા.15થી નવલી નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો છે, કોરોના કાળમાં બે વર્ષ સુધી તમામ બજારોમાં મંદીનો ભારે માહોલ જોવા મળ્યો હતો, વેપારીઓને પણ આર્થિક ખોટનો સામનો કરવો પડયો હતો, પરંતુ હવે ખરીદીની બજાર તેજ બની ગઇ છે, વાહન, સોના, ચાંદી, કપડા અને ઇલેકટ્રીક આઇટમો બજારમાં વેંચાઇ રહી છે અને ખાસ કરીને પ્રથમ નોરતાથી જ આ તમામ ખરીદી વધી જશે એવી અત્યારથી ધારણા રાખવામાં આવી રહી છે.


જામનગરની વાહન બજારમાં અનેકવિધ મોટી-મોટી કંપનીઓ પોતાના નવા વાહનો બજારમાં મુકી રહી છે, કારની બજાર ભારે ગરમ દેખાઇ રહી છે, દિવાળી ઉપર એટલે કે નવરાત્રીથી દિવાળી દરમ્યાન કાર બુક કરવામાં આવે તો આકર્ષક ડીસ્કાઉન્ટ, સ્પેરપાર્ટસમાં વિનામૂલ્યે લાભ અને સ્ક્રેચ કાર્ડ જેવી સ્કીમો તેમજ જુના વાહનો ઉપર આકર્ષક વળતર આપવામાં આવશે તેવી લોભામણી જાહેરાતો શ થઇ ચુકી છે, જો કે ગયા વર્ષ કરતા કારબજારમાં 22 થી 30 ટકા વધારો છે, કંપનીએ નાખેલી સીએનજી કીટના ભાવો ા.80 હજારથી 1 લાખ વધુ હોય છે અને ગેસ અને પેટ્રોલવાળી કંપની ફીટીંગની કાર ખરીદવા માટે લોકો અત્યારથી જ બુકીંગ કરાવી રહ્યા છે, અનેક કંપનીઓએ 6 લાખથી લઇને 24 લાખ સુધીની કાર બજારમાં મુકી છે, સામાન્ય પરીવારને પરવળે તેવી ા.6 થી 8 લાખની કાર પણ બજારમાં મળે છે, ત્યારે આ વખતે રેકોર્ડબ્રેક કારનું વેંચાણ થાય તેવી પણ દુકાનદારોને આશા છે.


કપડાની બજાર અત્યારથી જ ગરમ થઇ રહી છે, પહેલાના જમાનામાં વધુ લોકો કપડા સીવડાવતા હતાં, આજે હાલત એ છે કે કપડા તૈયાર લેવા માટે લોકોની માંગ વધી ગઇ છે અને એ પણ સિલાઇ મોંઘી થવાને કારણે સામાન્ય પેન્ટ-શર્ટની જોડી તૈયાર લેવી હોય તો ા.500 થી 600માં આવી જતી હોય લોકો તૈ્યાર કપડા તરફ જતાં હોય છે. સિલાઇ મોંઘીદાટ થાય છે, એક જોડી કપડા સીવડાવાના ા.1100 થી 1200 થતાં હોય લોકો તૈયાર કપડા ખરીદવા તરફ તૈયાર છે, એટલું જ નહીં બ્રાન્ડેડ કંપની તો એક સામે એક ફ્રી અથવા 30 થી 40 ટકા ડિસ્કાઉન્ટ આપતી હોય તેમજ દિવાળીના તહેવારોમાં આવી કંપની વધુ આકર્ષક સ્કીમ લઇને આવતી હોય આ વખતે કપડા બજાર પણ પુરેપુરી ગરમ બનશે અને અત્યારથી જ જામનગરમાં કપડાનો સ્ટોક આવી રહ્યો છે.


સોના-ચાંદીના ભાવોમાં એક મહીનામાં અઢી હજાર જેટલો ઘટાડો થયો છે, હાલમાં 10 ગ્રામ 22 કેરેટનો ભાવ 53 હજાર આસપાસ છે અને 24 કેરેટનો ભાવ 58 હજાર આસપાસ છે, અમુક દુકાનદારો મેકીંગ ચાર્જમાં 80 થી 100 ટકા માફ એવી જાહેરાતો આપે છે, બીજી તરફ અમુક તોલા સોનુ લો એટલે એકાદ આઇટમ ફ્રી એવી પણ ઓફરો આવી રહી છે, સાથે-સાથે સ્ક્રેચ કાર્ડ અને અવનવી ઓફર તો ખરી જ, આવી બધી ઓફરને કારણે લોકો સોનુ ખરીદવા લલચાયા છે, તાજેતરમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુઘ્ધ ચાલી રહ્યું છે ત્યારે થોડા દિવસોમાં સોના-ચાંદીના ભાવો ફરી વધશે એવું લાગી રહ્યું છે, એટલે કે લોકો કદાચ નવરાત્રી દરમ્યાન પોતાની ખરીદી કરશે.


ટીવી, ફ્રીજ, એસી, વોશીંગ મશીન, ઘરઘંટી સહિતની કેટલીક ચીજવસ્તુઓ પણ ગયા વર્ષ કરતા મોંઘી છે, ગયા વર્ષે ઓનલાઇન ટીવી ખરીદવામાં લોકોને ત્રણથી ચાર હજારનો ફાયદો હતો ત્યારે આ વખતે એવી પણ જાહેરાત કરાઇ છે કે, તમે ઓનલાઇન ખરીદી કરો એટલા જ ભાવમાં જામનગરમાં ઘેર બેઠાં ટીવી મળશે, ફ્રીજના ભાવમાં પણ આકર્ષક સ્કીમ રાખવામાં આવી છે, જુના વોશીંગ મશીન સામે નવું વોશીંગ મશીન એટલે કે જુના મશીનના પિયા બાદ કરીને નવું મશીન આપવામાં આવે છે, ઘરઘંટીના ભાવ પણ નીચા ગયા છે, અન્ય ઇલેકટ્રીક આઇટમો લોકો નવરાત્રીથી ખરીદવા તલપાપડ બન્યા છે.

જામનગરની બજારમાં આગામી દિવસોમાં ડ્રાયફ્રુટની બજાર પણ ગરમ બની જશે, ગયા વર્ષ કરતા 20 થી 25 ટકા ભાવમાં વધારો થયો છે ત્યારે મોટી-મોટી કંપનીઓ અને કેટલાક લોકો ડ્રાયફ્રુટ સ્ટાફને આપતા હોય છે જયારે પેકીંગ કરીને મીકસ ડ્રાયફ્રુટની માંગ પણ સારી એવી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application