પોરબંદરના ભોદ ગામે સસ્તા અનાજના દુકાનદારનો સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ ૭૦૦ કિલોથી વધુ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત એ દુકાનદારે ગ્રામપંચાયતના કોમ્યુનીટી હોલમાં પણ અનાજનો જથ્થો રાખ્યાની માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવતા ત્યાંથી પણ જથ્થો મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.
વેરાવળ ખાતે કુરિયરનો વ્યવસાય કરતા રામજીભાઇ અરજનભાઇ ટુકડીયાનુ વતન ભોદ ગામે છે અને છેલ્લા કેટલાક દિવસોથી તેઓ તેમના પિતા અરજનભાઇના ઘરે આવ્યા હતા અને તા. ૨૨-૧૦ના સસ્તા અનાજના દુકાનદાર ડાયાભાઇ લાખાભાઇ ઘેલીયાને ત્યાં માલ લેવા માટે ગયા હતા અને ઓનલાઇન ફીંગર આપ્યા હતા. જેમાં ૧૫ કિલોની જગ્યાએ ૧૩ કીલો ૮૦૦ ગ્રામ ઘઉ આપ્યા હતા તથા બે કિલો ખાંડના પચાસ પિયા લીધા હતા. ચોખા ૧૭ કિલો ૬૦૦ ગ્રામના પૈસા લીધા ન હતા અને તેલના પાઉચના ૧૨૦ ા. લીધા હતા. આ જથ્થો લેતા હતા ત્યારે દુકાનમાં માલ લેવાની વીડિયો પોતાના મોબાઇલમાં રામજીભાઇ ટુકડીયાએ ઉતાર્યો હતો તેથી દુકાનદાર વીરાભાઇએ તેમને વીડિયો ઉતારવાની ના પાડી હતી કારણકે આ દુકાનમાંથી બારોબાર માલ વહેચાઇ જતો હોવાની આશંકા હતી. માલ ઓછો અને પૈસા વધુ લેવાયા હોવાથી મોબાઇલમાં વીડિયો ઉતાર્યો હતો અને અન્ય એક ફોન માથાકૂટ થઇ તેમાં તૂટી ગયો હતો. તેથી અંતે રામજીભાઇ ટુકડીયાએ રાણાવાવ મામલતદારને લેખિત ફરિયાદ કરીને આ દુકાનદાર ડાયા લાખા ઘેલીયા ગેર વર્તણુક કરે છે અને ઓછો માલ આપે છે. તેમ જણાવીને પગલા લેવા માંગ કરી હતી અને તે અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
રાણાવાવ મામલતદારે ફરીયાદના આધારે દુકાનમાં તપાસ કરી હતી જેમાં ૪૧૦ કિલો ચોખા, ૧૦૦ કિલો ઘઉ, ૭૫ કિલો ચણા, ૪૦ કિલો ખાંડ, ૨૪ લીટર તેલ,૧૩૯ કિલો મીઠુ વગેરે મળી કુલ ા. ૧૮૭૬૦ની કિમતનો સસ્તા અનાજનો જથ્થો સીઝ કર્યો હતો એટલુ જ નહી પરંતુ ગ્રામ પંચાયતના કોમ્યુનીટી હોલમાં પણ તેણે અનાજનો જથ્થો રાખ્યાની જાણ થતા ત્યાંથી પણ જથ્થો મળી આવ્યો હતો. આથી અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આમ, પોરબંદરના નાના એવા ભોદ ગામે સસ્તા અનાજની દુકાનમાં થતી ગેરરીતિ બહાર આવતા અને તંત્રએ કાર્યવાહી કરતા ભારે ચકચાર જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech