અતીક અને અશરફની હત્યા બાદ UPના મુખ્યમંત્રીની સુરક્ષાને લઈને ચિંતા વધી….કરાયો આ ફેરફાર

  • April 17, 2023 08:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષા વધારવામાં આવશે. મહત્વનું છે કે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં લાઈવ ટીવી પર માફિયા ડોન અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ સીએમ યોગીની સુરક્ષા વધુ કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ યોગીને હવે ઝેડ પ્લસ સુરક્ષા મળી છે. સૂત્રોનો દાવો છે કે આ સુરક્ષા કોર્ડન વધુ કડક કરવામાં આવશે. સીએમ યોગીની સુરક્ષા કવચ ઉત્તર પ્રદેશની બહાર પણ લંબાવવામાં આવશે. કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સીએમ યોગીને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સીએમ યોગીની સુરક્ષાને વધુ મજબૂત કરવાની યોજના બનાવવામાં આવી છે.


અતીક અહેમદ અને અશરફની હત્યાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમની રચના


ઉત્તરપ્રદેશ પોલીસે ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરી છે. રાજ્યના DGP આર.કે. વિશ્વકર્માના આદેશ અનુસાર પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ ત્રણ સભ્યોની SIT ની રચના કરી છે. તેમાં અધિક કમિશનર સતીશચંદ્ર, મુખ્ય તપાસનીસ અધિકારી તરીકે એસઆઈટીનું નેતૃત્વ કરશે અને એસીપી કોતવાલી તપાસ સેલ સત્યેન્દ્ર પ્રકાશ તિવારી અને ક્રાઈમ બ્રાન્ચ ટીમના ઈન્સ્પેક્ટર ઓમ પ્રકાશ અન્ય સભ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ હત્યાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરી દીધી છે. દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રયાગરાજમાં ઈન્ટરનેટ સેવાઓ વધુ બે દિવસ માટે સ્થગિત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application