આંધ્રપ્રદેશના તિરુપતિમાં અડધો ડઝન હોટલોમાં બોમ્બ મુકવાની ધમકી આપ્યા બાદ હવે ઈસ્કોન મંદિરને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસે મંદિરની સુરક્ષા વધારી દીધી છે. પોલીસે જણાવ્યું કે ગતમોડી રાત્રે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેમાં ઇસ્કોન મંદિરમાં બોમ્બ હોવાનું કહેવાય છે.
આંધ્રપ્રદેશ પોલીસે ગઈકાલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં તિરુપતિ શહેરની લગભગ અડધો ડઝન હોટલોને બોમ્બની ખોટી ધમકીઓ મળી છે. ધમકી મળ્યા બાદ પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે ઈસ્કોન મંદિર પહોંચી ગઈ હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, પરિસરમાંથી કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. તિરુપતિના પોલીસ અધિક્ષક એલ સુબ્બારાયાડુએ જણાવ્યું હતું કે, જ્યારે ફરિયાદો મળી ત્યારે તાત્કાલિક પગલાં લીધાં અને અમારી ટીમે સંપૂર્ણ તપાસ હાથ ધરી. પરંતુ ઈમેલ ધમકીઓ નકલી નીકળી હતી. કેસ નોંધી તેમની તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લાના એસએસપી અધિકારીએ જણાવ્યું છે કે, સાયબર ક્રાઈમ વિંગની મદદથી કેસોની તપાસ કરવામાં આવી રહી છે.
તિરુપતિ શહેર મંદિરો માટે પ્રખ્યાત છે. પોલીસે કહ્યું છે કે ધમકી આપનારાઓની ટૂંક સમયમાં ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ ઓછામાં ઓછી 10 મોટી હોટલોને ગઈકાલે બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી છે.
અજાણ્યા લોકોએ ઈમેલ દ્વારા ધમકી આપી હતી કે જો 55,000 ડોલર ખંડણીની માંગણી પૂરી નહીં કરવામાં આવે તો હોટલોને ઉડાવી દેવામાં આવશે. બોમ્બની ધમકીના ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે, તમારી હોટલના પરિસરમાં કાળી બેગમાં બોમ્બ છુપાવવામાં આવ્યા છે. મારે 55,000 ડોલર જોઈએ છે અથવા હું વિસ્ફોટ કરીશ અને બોમ્બને નિષ્ક્રિય કરવાનો કોઈપણ પ્રયાસ સફળ થશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMજેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવવા પ્રશ્ર્ને સુભાષનગરમાં જનજાગૃતિ શિબિર યોજાઈ
November 22, 2024 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech