જુનાગઢમાં સર્જાયેલી પુરની પરિસ્થિતિ પછી જામનગર મહાનગરપાલિકાની ટીમ મદદે પહોંચી

  • July 24, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં મેઘરાજાએ તારાજી સર્જી છે અને પૂરની પરિસ્થિતિ પછી સફાઈની મોટા પ્રમાણમાં જરૂરિયાત હોવાથી જામનગર મહાનગરપાલિકાના ૫૩ જેટલા સફાઈ કામદારો સાથેની આજે એક ટુકડી રવાના થઇ છે અને જૂનાગઢના વહીવટી તંત્રની મદદે પહોંચી છે. જૂનાગઢમાં મેઘરાજા એ કહેર વર્તવ્યો હતો અને ભારે પુરના કારણે જુનાગઢ શહેરમાં ગંદકી અને કચરાના ગંજ ખડકાઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ મદદ માટે પહોંચી છે.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની તેમજ સોલિડ વેસ્ટ વિભાગના કંટ્રોલીગ અધિકારી મુકેશ વરણવાની દોરવણી હેઠળ સોલિડ વેસ્ટ શાખાના રાજભા જાડેજાની રાહબરીમાં ૫૩ જેટલા સફાઈ કામદારોની ટુકડી તૈયાર કરીને સફાઈના સાધન સામગ્રી સાથે જુનાગઢ રવાના કરવામાં આવી છે અને જુનાગઢ શહેરની સફાઈમાં મદદ કરવા માટે સમગ્ર ટીમ જૂનાગઢ રોકાશે અને સ્થાનિક તંત્રને મદદરૂપ બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application