ફાઈનલમાં પરાજય પછી રાહુલ દ્રવિડ કોચ તરીકેની જવાબદારી છોડી દેશે

  • November 20, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વર્લ્ડકપ ફાઈનલમાં ઓસ્ટ્રેલીયા સામે પરાજય પછી રાહુલ દ્રવિડ મુખ્ય કોચપદેથી રાજીનામું આપી દેશે એવી અટકળો છે. ટીમ ઈન્ડિયાના મિસ્ટર ડિપેન્ડેબલથી લઈને એનસીએ અને પછી કોચની ભૂમિકા સુધી, રાહુલ દ્રવિડે દરેક જગ્યાએ પોતાનું 100 ટકા આપ્યું. જો કે, દ્રવિડ તે સફળતાનો સ્વાદ ચાખી શક્યો ન હતો જેનો તે હંમેશા હકદાર હતો અને હવે ફરી એકવાર તે નિરાશ થયો છે.

રાહુલ દ્રવિડ નવેમ્બર, 2021માં ટીમ ઈન્ડિયાના કોચ બન્યા હતા. દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાને ઉત્તમ માર્ગદર્શન મળ્યું અને ટીમે દેશ-વિદેશમાં સારું પ્રદર્શન કર્યું. દ્રવિડના કોચિંગ હેઠળ, ટીમ ઈન્ડિયા ત્રણ મોટી ટૂનર્મિેન્ટના નોકઆઉટ સુધી પહોંચી, જો કે, તેમના માટે કમનસીબે, ભારતીય ટીમ ખિતાબ જીતવાની ખૂબ નજીક આવ્યા પછી પણ ચેમ્પિયન બની શકી નહીં.

આ રીતે વર્લ્ડ કપ 2023માં નિરાશાજનક હાર સાથે રાહુલ દ્રવિડને હવે તૂટેલા દિલ સાથે વિદાય આપવી પડશે. વાસ્તવમાં રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ બે વર્ષનો હતો. વર્લ્ડ કપ બાદ તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈ હવે નવા કોચની શોધ કરશે. જો કે, દ્રવિડના નામ પર પુનર્વિચાર થઈ શકે છે અને તે કોચ પદ માટે પોતાનું નામ પણ આગળ કરી શકે છે, પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ટી20 વર્લ્ડ કપ 2021ની સેમી ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને કોચની જવાબદારી મળી હતી. દ્રવિડના કોચિંગ હેઠળ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્ની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટીમ ઇન્ડિયા અહીં પણ ઓસ્ટ્રેલિયાના હાથે હારી ગઈ હતી.
દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાને એશિયા કપમાં મોટી સફળતા મળી. ભારતે એશિયા કપ્ની ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. એવી આશા હતી કે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે વર્લ્ડ ચેમ્પિયન બનશે, પરંતુ એવું થયું નહીં. જો કે, રોહિત શમર્નિા નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ટૂનર્મિેન્ટમાં સતત 10 મેચ જીતી હતી, પરંતુ તે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સ્પેલ તોડી શકી ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application