વિવાદાસ્પદ જોગવાઈ હટાવી પાઠયપુસ્તક મંડળે કાગળ ખરીદીનું ટેન્ડર બહાર પાડયા

  • December 22, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ દ્વારા પાઠય પુસ્તક માટે 32 હજાર મેટ્રિક ટન કાગળ ખરીદવાનું પ્રતિકિલોએ રૂ. 108.80ના ભાવે ટેન્ડર મંજુર કરાયું હતું. આ ટેન્ડરમાં મોટી ગેરરીતિ આચરાયાની ફરિયાદો ઉઠતા મુખ્યમંત્રી દ્વારા ટેન્ડર રદ કરવાનો આદેશ અપાયો હતો. આ પ્રકરણમા તત્કાલિન મહિલા સનદી અધિકારીની બદલી કરવામા આવી છે.આ માટે રાજયના શિક્ષણ વિભાગ દવારા ફરીથી નવું ટેન્ડર બહાર પાડવામા આવ્યુ છે.
જેમાં પ્રતિકિલો રૂ.68.80નો ભાવ આવ્યો. આમ જૂના ટેન્ડરની સરખામણીએ સરકારની તિજોરીને રૂ.125 કરોડનો ફાયદો થશે.આ મુદે રાજયના વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકો સસ્તા મળે તેવી માંગણી પણ કરવામાં આવી છે.

રાજ્ય પાઠય પુસ્તક મંડળ દ્વારા 32 હજાર મેટ્રિક ટન મેપ લીથો કાગળ જે પુસ્તક તૈયાર કરવામાં વપરાય છે તે ખરીદવાનું રૂ.371.20 કરોડનું ટેન્ડર કરાયું હતુ. આ ટેન્ડરમાં સ્પેસિફિકેશનમાં ફેરફાર કરાતાં સ્પધર્િ ઘટી ગઈ હોવાથી માત્ર 6 જ કંપ્નીઓ આવી હતી, જેમાથી 4 કંપ્નીઓ ક્વોલિફાઈડ થઈ હતી. જેમાં એલ-1 તરીકે શાહ પેપર મિલ લીમિટેડ આવી હતી, જેનો કુલ ભાવ રૂ.351.36 કરોડનો ભર્યો હતો. એટલે કે, 1 કિલો કાગળનો ભાવ રૂ.109.80 જેટલો થાય, જેને છેલ્લે રૂ.108.80ના ભાવે ઓર્ડર આપવાનું નક્કી કરાયું હતું. દરમિયાન ફરિયાદો ઉઠતાં આ ટેન્ડર સ્થગિત કરાયું હતુ.
બાદમા મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં સ્પધર્િ વધે એ પ્રકારનું નવુ ટેન્ડર કરવાનો નિર્ણય લેવાયો હતો. નવા ટેન્ડરમાં વોટર માર્કનો વિકલ્પ દુર કરાયો, સિક્યોરીટી ફિચર્સ હટાવી દીધા તેમજ 80ના બદલે 70 રેજીનસ નો કાગળ લેવાનો નિર્ણય કરાયો. આ સિવાય સિંગલના બદલે ચાર ભાગમાં કુલ20 હજાર મેટ્રિક ટન કાગળના ટેન્ડર કરાયા જેમાં પ્રતિકિલો દીઠ રૂ.68.80નો ભાવ આવ્યો.
જૂના ટેન્ડર મુજબ બાકી રહેલ 25 હજાર મેટ્રિક ટન કાગળનો કુલ ભાવ રૂ.272 કરોડ થતો હતો જેના બદલે હવે ઘટીને રૂ.172 કરોડ થશે. આ સિવાય રેજીનસ નો ઘટાડો થતાં બીજા 25 કરોડનો મળી કુલ 125 કરોડનો ફાયદો થશે તેવો દાવો શિક્ષણ વિભાગ દ્વારા કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application