શહેરના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા શખસે આ જ લતામાં રહેતી યુવતીના ઘરે પાણો માર્યેા હતો.બાદમાં યુવતીએ તેને ટપારતા તેનો હાથ પકડી નિર્લજજ હત્પમલો કરી છરી બતાવી ઝઘડો કર્યેા હતો.દરમિયાન અહીં લોકો એકત્ર થઇ જતા આ શખસને પકડી પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસે યુવતીની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ,સરકારી નોકરીની તૈયારી કરતી ૨૪ વર્ષીય યુવતીએ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિજય દિપકભાઇ ચુડાસમા(રહે. રોહિદાસપરા શેરી નં.૬ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે કુવાડવા રોડ રાજકોટ)નું નામ આપ્યું છે.જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૫૪(એ), (૧),(આઇ) તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ,ગઇકાલે સમી સાંજના આરોપી તેના ઘર પાસેથી નિકળ્યો હતો.તેણે ઘર તરફ પાણનો ઘા કર્યેા હતો જેથી યુવતીએ તેને ટપારતા તેણે ઝઘડો કર્યેા હતો.બાદમાં હાથ પકડી શરીરના ભાગોને સ્પર્શ કરવા માંડયો હતો.આરોપી આવી હરકત સામે યુવતીએ પ્રતિકાર કરતા આરોપીએ લાજવાના બદલે ગાજી છરી બતાવી યુવતી સાથે ઝઘડો કર્યેા હતો.દરમિયાન અહીં લોકો એકત્ર થઇ જતા આ શખસને પકડી લઇ પોલીસને જાણ કરવામાં આવી હતી.બાદમાં આ મામલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ.વી.બકુત્રાએ ગુનો દાખલ કરી આગળની તપાસ એએસઆઇ કે.સી.સોઢાને સોંપવામાં આવી છે.
વધુમાં મતળી વિગતો મુજબ, આરોપી વિજય ચુડાસમાંએ અગાઉ બે વર્ષ પૂર્વે પણ યુવતીની છેડતી કરી હતી.જે તે સમયે એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સામે પજવણી અંગેનો ગુનો દાખલ થયો હોવાનું માલુમ પડયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech