૧૦ મેના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપ્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે એકસાઇઝ પોલિસી સંબંધિત મામલામાં સીએમ કેજરીવાલને આ રાહત આપી છે. જો આ બેન્ચમાં સામેલ જસ્ટિસ ખન્નાની વાત કરીએ તો તેઓ ચીફ જસ્ટિસ સીજેઆઇ ડીવાય ચંદ્રચુડ પછી સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિ જજ છે. આવી સ્થિતિમાં સીજેઆઇ ચંદ્રચુડની નિવૃત્તિ બાદ તેઓ આગામી મુખ્ય ન્યાયાધીશ બનવામાં સૌથી આગળ છે. સીજેઆઇ ચંદ્રચુડનો કાર્યકાળ નવેમ્બર ૨૦૨૪ માં સમા થઈ રહ્યો છે, ત્યારબાદ જસ્ટિસ ખન્ના ૧૦ નવેમ્બર ૨૦૨૪ થી ૧૩ મે, ૨૦૨૫ સુધી સીજેઆઇ તરીકે કામ કરશે.
જસ્ટિસ સંજીવ ખન્ના લગભગ પાંચ વર્ષ પહેલા જાન્યુઆરી ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા. તેઓ જસ્ટિસ હંસરાજ ખન્નાના સંબંધી છે, જેમણે કટોકટી દરમિયાન સુપ્રીમ કોર્ટના જજ તરીકે રાજીનામું આપ્યું હતું. જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ ૧૪ મે ૧૯૬૦ના રોજ થયો હતો અને તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. વર્ષ ૧૯૮૩માં તેમણે દિલ્હીની ડિસ્ટિ્રકટ કોર્ટમાં પ્રેકિટસ શ કરી અને પછી દિલ્હી હાઈકોર્ટ અને ટિ્રબ્યુનલ્સમાં પ્રેકિટસ કરી. તેમણે બંધારણીય કાયદો, પ્રત્યક્ષ કર, આર્બિટ્રેશન અને વ્યાપારી બાબતો, કંપની કાયદો, જમીન કાયદો, પર્યાવરણ અને પ્રદૂષણ કાયદો અને તબીબી બેદરકારીને લગતા કેસોમાં પ્રેકિટસ કરી છે.
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ જસ્ટિસ ખન્નાની વિગતો અનુસાર, તેમણે દિલ્હી હાઈકોર્ટમાં એડિશનલ પબ્લિક પ્રોસિકયુટર તરીકે અને ઘણા ફોજદારી કેસોમાં કોર્ટ વતી એમિકસ કયુરી તરીકે દલીલ કરી હતી. તેમને કરવેરાની બાબતોમાં નોંધપાત્ર નિપુણતા હોવાનું માનવામાં આવે છે અને તેમણે દિલ્હી હાઈકોર્ટમાં આવકવેરા વિભાગના વરિ સ્થાયી સલાહકાર તરીકે સાત વર્ષ સુધી કામ કયુ હતું.
એપ્રિલ ૨૦૨૪માં, જસ્ટિસ ખન્નાએ વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (વિવીપેટ) અને ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ )માં પડેલા મતોની ક્રોસ વેરિફિકેશન સંબંધિત અરજીને ફગાવી દીધી હતી. પોતાના નિર્ણયમાં તેમણે ઈવીએમની પવિત્રતા અને દેશના ચૂંટણી પચં પરના વિશ્વાસ વિશે વિગતવાર લખ્યું છે.
માર્ચમાં જસ્ટિસ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે ચૂંટણી કમિશનરની નિમણૂક સંબંધિત કાયદા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રતિબધં લાદવો યોગ્ય નથી. જો કે, કોર્ટે ચૂંટણી કમિશનરોની ઉતાવળમાં નિમણૂક કરવા બદલ સરકારની ટીકા પણ કરી હતી.માર્ચ ૨૦૨૩ માં, જસ્ટિસ ખન્નાની આગેવાની હેઠળની બેંચે દા નીતિ કેસમાં બીઆરએસ નેતા અને તેલંગાણા એમએલસી કવિતાને જામીન આપવાનો ઇનકાર કર્યેા હતો. તેણે કવિતાને ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરવા અને સીધા સુપ્રીમ કોર્ટમાં ન આવવા કહ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech