ક્રિકેટ બાદ હવે યોગા કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો સુરતનો યુવાન, હાર્ટ અટેકથી થયું  મોત 

  • March 09, 2023 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હાલ દિવસે ને દિવસે હાર્ટ અટેકના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે.  ત્યારે સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. આ યુવકને યોગા કરતી વખતે એક યુવકનું હાર્ટ એટેક આવ્યો હતો અને  ત્યારબાદ તેનું મોત થયું હતું. હાલ યુવકના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


મળતી વિગતો અનુસાર સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે. આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા તેવામાં 44 વર્ષીય મુકેશભાઈ મેંદપરા પણ યોગા કરી રહ્યા હતા. સવારથી આવ્યા ત્યારથી તેમને પેટમાં બળતરા અને એસીડીટી થતી હોવાની ફરિયાદ કરી હતી. થોડા ફ્રેશ થયા બાદ તેમણે યોગા શરૂ કર્યા અને તે દરમિયાન ઢળી પડ્યા હતા. 
​​​​​​​

જેથી તેમને નજીકની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જે બાદ પોલીસે યુવકના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application