સ્વિસ પ્રેમિકાને ભારત બોલાવી પ્રેમીએ હત્યા કર્યા બાદ મૃતદેહને કારમાં છૂપાવ્યો

  • October 23, 2023 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડેટિંગ એપ પર એક ભારતીય પુષની મુલાકાતમાં આવ્યા પછી સ્વિસ મહિલાની નવી દિલ્હીમાં હત્યા કરવામાં આવી છે. હત્યારાને શંકા હતી કે તેની પ્રેમિકા બીજા કોઈ પુષ સાથે સંબધં ધરાવે છે. તેથી તેને સ્વિટઝર્લેન્ડથી ભારત બોલાવવામાં આવીને પ્લાન પાર પાડવામાં આવ્યો. આ માટે અન્ય એક મહિલાની કારનો પણ ઉપયોગ કરાયો હતો.
ગુનાખોરી માટે જાણીતા દિલ્હીમાં હવે એક સ્વિસ મહિલાની હત્યા થઈ છે. સ્વિટઝર્લેન્ડની નાગરિક મહિલાની હત્યા તેના ભારતીય પ્રેમી દ્રારા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ એક પ્લાસ્ટિકના કોથળામાં ભરીને કારમાં છુપાવવામાં આવ્યો હતો. આ મહિલાના શરીર પર ઈજાના નિશાન છે અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસને યારે આ મૃતદેહ મળ્યો ત્યારે તે લોખંડની સાંકળોથી બાંધેલો હતો. શરીર પર ઈજાના નિશાનો પરથી સ્પષ્ટ્ર છે કે હત્યારાએ તેના પર અત્યાચાર કર્યેા હતો.


દિલ્હી પોલીસને નીના બર્જર નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે અને આ કેસમાં તેના પ્રેમી ગુરપ્રિત સિંહની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ દિલ્હીના તિલક નગર એરિયામાંથી ડેડ બોડી મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરપ્રિત અને નીનાની મુલાકાત સ્વિટઝર્લેન્ડમાં થઈ હતી. ત્યાર પછી તેઓ મિત્ર બની ગયા હતા અને વારંવાર મળતા હતા. આ બંનેની મુલાકાત ડેટિંગ એપ પર થઈ હોવાનું માનવામાં આવે છે.
ગુરપ્રિત ઘણી વખત નીનાને મળવા માટે સ્વિટઝર્લેન્ડ જતો હતો, પરંતુ તેને શંકા હતી કે તેની ગેરહાજરીમાં નીના બર્જર બીજા કોઈ પુષ સાથે સંબધં ધરાવતી હતી. ત્યાર પછી ગુરપ્રિતે નીનાને દિલ્હી આવવા માટે કહ્યું. ગુરપ્રિત સિંહની માંગણીને માન આપીને ૧૧ ઓકટોબરે નીના બર્જર દિલ્હી આવી હતી. પરંતુ ગુરપ્રિતે તેની હત્યા કરવાનો પ્લાન ઘડી લીધો હતો.

૫ દિવસ પછી ગુરપ્રિત નીનાને એક મમાં લઈ ગયો યાં તેના હાથ–પગ બાંધી દીધા અને ગળું દબાવીને હત્યા કરી નાખી. થોડા સમય માટે તેણે બર્જરના મૃતદેહને એક કારમાં રાખ્યો હતો જે કાર તેણે એક મહિલાની આઈડી પર ખરીદી હતી. પરંતુ કારમાંથી દુગધ આવવાની શઆત થતા તેણે મહિલાની ડેડ બોડી એક રસ્તા પર ફેંકી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
દિલ્હી પોલીસને આ મૃતદેહ મળી આવ્યા પછી સીસીટીવી ફટેજના આધારે ગુરપ્રિત સિંહ સુધી પહોંચી ગઈ હતી. પોલીસે આ બોડી યાં રાખવામાં આવ્યો હતો તે સફેદ રંગની સેન્ટ્રો કાર શોધી કાઢી છે. આ ઉપરાંત ગુરપ્રિતનું પોતાનું ફોર વ્હીલર પણ જ કયુ છે. ગુરપ્રિતના ઘરેથી પોલીસને ૨.૨૫ કરોડ પિયા મળી આવ્યા છે.
પોલીસે ગુરપ્રિતની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તેઓ ડેટિંગ એપ દ્રારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ગુરપ્રિતને યારે લાગ્યું કે સ્વિસ યુવતી કોઈની સાથે અફેર ધરાવે છે ત્યારે તેણે તેને ભારત બોલાવીને હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. ભારતમાં નીના બર્જરને વાતોમાં ભોળવીને તેના હાથપગ બાંધી નાખવામાં આવ્યા અને ત્યાર પછી હત્યા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application