રોટલી-પાણી બાદ હવે પાકિસ્તાનમાં આ વસ્તુનું સંકટ, લોકો તરસે છે આ વસ્તુ માટે 

  • February 14, 2023 12:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે આખરે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સમક્ષ ઝુકી ગયા છે. શાહબાઝ સરકાર IMF સાથે વાતચીતમાં કોઈ શરત સ્વીકારવા તૈયાર નહોતી. પરંતુ હવે  તેણે દરેક શરત પર પોતાની સંમતિ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય કેબિનેટે રવિવારે પાવર સબસિડી નાબૂદ કરીને વીજળીના ભાવમાં વધારાને મંજૂરી આપી હતી. IMFની શરતોમાં વીજળી સહિતની વિવિધ સબસિડી હટાવવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની કેબિનેટે વર્ચ્યુઅલ રીતે વાતચીત પહેલા IMFને ખુશ કરવા માટે આ નિર્ણય લીધો છે. આ સિવાય પાકિસ્તાનમાં દૂધ ચીકનના ભાવમાં જંગી વધાર નોધાયો છે કે જે સામાન્ય નાગરિકના પહોચમાં નથી.


IMF સાથે પાકિસ્તાનની નીતિ સ્તરની વાતચીતતો સફળ રહી છે પરંતુ બંને પક્ષે સ્ટાફ લેવલની વાતચીત પૂર્ણ થઈ શકી ન હતી. કેબિનેટે નિર્ણય લીધો છે કે ફેબ્રુઆરી-માર્ચ 2023, માર્ચ-મે 2023, જૂન-ઓગસ્ટ અને સપ્ટેમ્બર-નવેમ્બરથી વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. 7.91નો વધારો થશે. આ યોજના હેઠળ, સરકાર હવેથી તેમાં પ્રતિ યુનિટ રૂ. 3.21, માર્ચ-મેથી રૂ. 0.69 અને જૂનથી ઓગસ્ટ 2023 સુધી ફરી રૂ. 1.64 પ્રતિ યુનિટનો વધારો કરશે. સપ્ટેમ્બર-નવેમ્બરની વચ્ચે સરકાર ફરી એકવાર વીજળીના દરમાં 1.98 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કરશે.


સરકારે માર્ચ 2023 થી નિકાસકારોને આપવામાં આવતી 65 અબજ રૂપિયાની પાવર સબસિડી નાબૂદ કરવાની પણ મંજૂરી આપી છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની ઉદ્યોગો પર ઘણું દબાણ હશે. પરંતુ એવું નથી કે મોંઘવારી માત્ર વીજળી પર જ દેખાય છે. પાકિસ્તાનમાં વીજળીની સાથે અન્ય વસ્તુઓના ભાવ પણ આસમાને છે. પાકિસ્તાનમાં દૂધના ભાવ 210 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જો તેને ભારતીય ચલણમાં જોવામાં આવે તો તે 65 રૂપિયા પ્રતિ લીટર છે.

​​​​​​​

દૂઘની સાથો સાથ ચિકનના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં પાકિસ્તાનમાં ચિકનના ભાવમાં પળવારમાં 30-40 રૂપિયાનો વધારો થયો છે. ફેબ્રુઆરીના શરૂઆતના મહિનાની વાત કરીએ તો ચિકનનો ભાવ 390-440 રૂપિયા પ્રતિ કિલો હતો. જ્યારે જાન્યુઆરીમાં તે રૂ.380-420ની આસપાસ વેચાઈ રહ્યું હતું. પરંતુ હવે ચિકન 700-780 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. હાલ થોડા સમય પહેલા જ તેની કિંમત 620-650 રૂપિયા પ્રતિ કિલો હતી. બોનલેસ પીસની વાત કરીએ તો તે 1000-1100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application