નેપાળમાં ભૂસ્ખલન બાદ ત્રિશુલી નદીમાં બે બસ તણાઈ: 60 ડૂબ્યા

  • July 12, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના પાડોશી દેશ નેપાળમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. સવારે લગભગ 3.30 વાગ્યે નેશનલ હાઈવે પર લેન્ડ સ્લાઈડને કારણે બે બસો ત્રિશુલી નદીમાં તણાઈ ગઈ હતી. બંને બસમાં 60થી વધુ મુસાફરો હતા, જેઓ ગુમ થયા છે. પોલીસ-સેના અને એનડીઆરએફની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસ અધિક્ષક ભાવેશ રિમલ ટીમ સાથે ઘટનાસ્થળે હાજર છે, પરંતુ ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બંને બસ કાઠમંડુ જઈ રહી હતી. એક એન્જલ ટ્રાન્સપોર્ટ સર્વિસ બસ અને બીજી ગણપતિ ડીલક્સ સર્વિસ બસ હતી. એક બસમાં લગભગ 25 લોકો હતા જયાર બીજી બસમાં 40 થી વધુ મુસાફરો હતા. ગણપતિ ડીલક્સ બસમાં બેઠેલા ત્રણ મુસાફરોએ છલાંગ લગાવીને જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. વડાપ્રધાન પુષ્પ કમલ દહલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે દેશવાસીઓને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને મુસાફરી ન કરવાની અપીલ પણ કરી છે.
હાઈવે પર લેન્ડ સ્લાઈડ થતાં બે બસો કાટમાળ સાથે નદીમાં તણાઈ જવાના સમાચાર મળતાની સાથે જ વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ટ્વીટ કર્યું. તેમણે અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. દેશવાસીઓને સતર્ક રહેવા અપીલ કરી છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે પણ સૂચના આપી હતી. તેણે લખ્યું છે કે નારાયણગઢ-મુગલીન હાઈવે પર પહાડી ભૂસ્ખલનને કારણે આ અકસ્માત થયો છે. નદીના જોરદાર પ્રવાહમાં 60થી વધુ મુસાફરો વહી ગયા છે. ગૃહ મંત્રાલય સહિત તમામ બચાવ એજન્સીઓને તેમના નાગરિકો માટે મદદનો હાથ લંબાવવા વિનંતી છે. રોડ બ્લોકના કારણે હાલમાં હાઈવે પરનો વાહનવ્યવહાર બંધ છે, તેથી લોકોએ તે માર્ગ પર જવાનું ટાળવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application