સ્મૃતિ મંધાના બાદ આશા શોભનાનો કમાલ, ભારતે દક્ષિણ આફ્રિકાને 143 રને હરાવ્યું

  • June 16, 2024 09:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતીય ટીમે પ્રથમ મેચમાં જ પોતાનો દબદબો બતાવ્યો હતો અને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ટીમની જીતમાં સ્મૃતિ મંધાના અને ડેબ્યૂ મેચ રમી રહેલી આશા શોભનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.


ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ ODI મેચમાં એકતરફી રમત દેખાડી અને દક્ષિણ આફ્રિકાને 143 રનના વિશાળ અંતરથી હરાવ્યું. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો સંપૂર્ણ દબદબો રહ્યો હતો. પહેલા સ્મૃતિ મંધાનાએ બેટથી સારી ઈનિંગ્સ રમી અને ત્યાર બાદ લેગ સ્પિનર ​​આશા શોભનાએ પોતાની પ્રથમ મેચ રમીને કમાલ કરી બતાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દિધા હતા.


મંધાનાએ 127 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 117 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય અંતમાં દીપ્તિ શર્માએ 48 બોલમાં 37 રન બનાવ્યા હતા. પૂજા વસ્ત્રાકરે 42 બોલમાં 31 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાની ટીમ 122 રનમાં સમેટાઈ ગઈ હતી. આ ટીમ માટે સુને લુસે સૌથી વધુ 33 રન બનાવ્યા. શોભનાએ ચાર વિકેટ લીધી હતી.



આશા શોભનાએ આયબોંગા ખાકાને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સને સમેટી લીધી અને આ સાથે ટીમ ઇન્ડિયાએ 143 રનથી મેચ જીતી લીધી. સાઉથ આફ્રિકાની ટીમ 122 રનમાં સમેટાઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application