અફઘાનિસ્તાને દિલ્હીમાં તેની એમ્બેસી કાયમી ધોરણે બંધ કરી

  • November 24, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાને દિલ્હીમાં સ્થિત તેના દૂતાવાસને કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. નવી દિલ્હીમાં તેની એમ્બેસીને બંધ કરવા અંગે અફઘાન દૂતાવાસે એક સત્તાવાર નિવેદન જારી કરતા કહ્યું કે, ભારત સરકારના સતત પડકારોને કારણે 23 નવેમ્બર, 2023થી દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અફઘાનિસ્તાનના દૂતાવાસ તરફથી છે. મિશનના સામાન્ય સંચાલન માટે ભારત સરકારનું વલણ સાનુકૂળ રીતે બદલાશે તેવી આશામાં આ પગલું લેવામાં આવ્યું છે. અફઘાનિસ્તાન દૂતાવાસે કહ્યું કે કેટલાક લોકો આ પગલાને આંતરિક સંઘર્ષ તરીકે દશર્વિવા માટેના પ્રયાસ કરી શકે છે.


પ્રાપ્ત અહેવાલ મુજબ, અફઘાન દૂતાવાસે તેના નિવેદનમાં કહ્યું કે ભારતમાં અફઘાન નાગરિકો માટે અફઘાન દૂતાવાસ મિશનની સમજણ અને સમર્થન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. જો કે, અમે સંસાધનોની અછત અને કાબુલમાં કાયદેસર સરકારની ગેરહાજરીમાં અફઘાન લોકોના ભલા માટે અથાક મહેનત કરી છે. આમ છતાં, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓએ દેશ છોડીને જતા ભારતમાં અફઘાન સમુદાયમાં છેલ્લા 2 વર્ષ અને 3 મહિનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

અફઘાન દૂતાવાસના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2021થી ભારતમાં અફઘાનીઓની સંખ્યા અડધી થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન ખૂબ જ મર્યિદિત નવા વિઝા આપવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં અફઘાન દૂતાવાસ ભારતીય સત્તાવાળાઓની પરવાનગીથી અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની અગાઉની સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા કર્મચારીઓની મદદથી ચલાવવામાં આવતું હતું. જો કે, આ પછી ભારતે તાલિબાન સરકારને માન્યતા આપી નથી, જેણે ઓગસ્ટ 2021 માં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. ભારતે બે વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાંથી પોતાના કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. આ પછી, અફઘાનિસ્તાનમાં કોઈ ભારતીય રાજદ્વારી હાજર ન હતા. સંયુક્ત રાષ્ટ્રની એજન્સી અનુસાર, ભારતમાં નોંધાયેલા અંદાજે 40,000 શરણાર્થીઓમાંથી લગભગ એક તૃતીયાંશ અફઘાન છે. પરંતુ તે આંકડામાં એવા લોકોનો સમાવેશ થતો નથી જેઓ સંયુક્ત રાષ્ટ્રમાં નોંધાયેલા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application