વકીલો ઓફિસર ઓફ ધી કોર્ટ છે, પોલીસ તેની સાથે આરોપી જેવું વર્તન કરે છે: બાર

  • March 19, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ બાર એશોસીએશનની નવ નિયુકત ટીમ દ્રારા છેલ્લા ઘણા સમયથી જુદી જુદી રજુઆતો કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ અને જિલ્લા કલેકટરને લગતા પ્રશ્નો અંગે શહેર પોલીસ કમીશનર અને કલેકટર બાર એશોસીએશનની ચુટાંયેલી બોડી શુભેચ્છા મુલાકાત લઇ રજુઆત કરી હતી.
શહેર પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવને મળી બોડી દ્રારા રજુઆત કરવામાં આવી હતી કે, વકીલો ઓફીસર ઓફ ધી કોર્ટ  છે, જુનીયર વકીલ મીત્રો પોલીસ સ્ટેશનએ કોઈ કામ સબબ કે કોઈ પશ્ન અન્વયે જતા હોય ત્યારે તેઓને લાંબો સમય સુધી બેસાડી રાખવામા આવે છે અને આરોપી જેવુ વર્તન કરવામા આવે છે. પોલીસ દ્રારા વકીલોની ગરીમા હણાય તેવા શબ્દો ઉચ્ચારતા હોવાના અનેક બનાવો બનેલ છે. વકીલોનું અપમાન કરવામા આવતુ હોય વિગેરે અનેક પશ્નોએ રજુઆતો કરવામાં આવતા પોલીસ કમીશ્નર દ્રારા દરેક પશ્નોની નોંધ લઈ ખુબજ સકારાત્મક અભીગમ દાખવી તમામ પશ્નોનુ નીરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.

જિલ્લા કલેકટરને મળી રજુઆત કરેલી કે ડી.એચ કોલેજના ગ્રાઉન્ડમા ઘણા સમયથી એક ગેઈટ બધં રાખેલો હોય તે ખોલી આપવા ઉપરાંત રેવન્યુના જુદા જુદા અનેક પશ્નોએ રજુઆત કરવામા આવતા કલેકટર દવારા પણ દરેક પશ્નો નોંધ લઈ તમામ પશ્નોનુ વહેલામા વહેલી તકે નીવારણ લાવવા ખુબજ સકારાત્મક અભિગમ દાખવ્યો છે.
ઉપરોકત રજુઆતમા બાર એશો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપ પ્રમુખ સુરેશભાઈ ફળદુ,,સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રભાઈ ગોંડલીયા, ટ્રેઝરર આર.ડી.ઝાલા, લાયબ્રેરી સેક્રેટરી મેહત્પલભાઈ મહેતા , કારોબારી સભ્યો અજયભાઈ પીપળીયા, અજયસિંહ ચૌહાણ, રણજીત મકવાણા , મહીલા કારોબારી સભ્ય રેખાબેન લીંબાસીયા , કૌશલભાઈ વ્યાસ, ભાવેશભાઈ રંગાણી, અમીતભાઈ વેકરીયા, નિકુંજ શુકલ, પીયુષભાઈ સખીયા, હીરલબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application