રાજકોટ જિલ્લા પંચાયતની બજેટ પાસ કરવા માટેની સામાન્ય સભા માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં યોજવાનું નક્કી કરાયું હતું પરંતુ તેમાં ફેરફાર કરીને 17 માર્ચે બજેટ બેઠક બોલાવવાનો નિર્ણય કરાયો હતો. માત્ર બે દિવસમાં જ આ નિર્ણય પણ બદલાઈ ગયો છે અને હવે તારીખ 24 ના રોજ બજેટ માટેની ખાસ સામાન્ય સભા બોલાવવાનું નક્કી કરાયું છે.
બજેટ પાસ કરવા માટેની ખાસ સામાન્ય સભાની તારીખમાં વારંવાર કરવામાં આવી રહેલા ફેરફાર બાબતે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પંચાયત ધારાની જોગવાઈના જાણકારો કહે છે કે પંચાયત ધારાની કલમ 163 (એક) મુજબ 15 ફેબ્રુઆરી અથવા તો તે પહેલા બજેટ પાસ કરી દેવાનું અધિનિયમથી ફરજિયાત છે. પરંતુ રાજકોટ જિલ્લા પંચાયત તેમ કરી શકી નથી અને હવે 31 માર્ચ પહેલા બજેટની સમગ્ર પ્રક્રિયા પૂરી થાય તે માટે દોડધામ કરી રહી છે.
પંચાયત ધારાની કલમ 163 (એક)માં જણાવ્યા મુજબ ૧૫ ફેબ્રુઆરી પહેલા જો કોઈ જિલ્લા પંચાયત બજેટ મંજૂર ન કરાવી શકે તો તે સરકાર દ્વારા સોંપવામાં આવેલા કામ કરવા માટે તે અસમર્થ છે તેવો અભિપ્રાય બાંધવા માટે સરકાર મુક્ત બને છે.
પંચાયત ધારાની કલમ 163 ની પેટા કલમમાં એવું પણ જણાવ્યું છે કે મંજૂર કરેલું બજેટ તાત્કાલિક સંબંધિત સત્તાવાળાઓને મોકલી દેવાનું રહેશે અને 31 માર્ચ પહેલા આવું બજેટ સરકારને મળી જવું જોઈએ. પરંતુ બજેટ તો 15 ફેબ્રુઆરી પહેલા જ મંજૂર થઈ જવું જોઈએ.
ચૂંટણીની આચાર સહિતા અને લગ્નગાળાને કારણે બજેટ મંજૂર કરાવવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ ચૂંટણીની આચાર સહિતા 21 ફેબ્રુઆરીએ પૂરી થઈ ગઈ છે. રાજકોટ તાલુકા પંચાયત સહિત અનેક સંસ્થાઓમાં ચૂંટણીની આચાર સહિતા લાગુ પડે તે પહેલાં જ બજેટને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયત આમ કરવામાં નિષ્ફળ નીવડી છે. હવે બજેટની સામાન્ય સભા આગામી તારીખ 24 ના બોલાવવાનું નક્કી કરવાનું માં આવ્યું છે. કારોબારી સમિતિની બેઠક પણ આગામી તારીખ 10 ના બદલે તારીખ 11 ના રોજ બોલાવવાનું નક્કી કરાયું છે.
જિલ્લા પંચાયતનું બજેટ સૌપ્રથમ કારોબારી સમિતિમાં રજૂ થતું હોય છે અને સમિતિની મીટીંગ પૂરી થયા પછી તેની કાર્યવાહીની નોંધ લખવામાં ગમે તેટલી ઝડપ કરે તો પણ બે ત્રણ દિવસ થઈ જતા હોય છે. કારોબારીની નોંધ અને બજેટ સભ્યોને મોકલાયા પછી ઓછામાં ઓછા 14 દિવસ નો સમય આપી સામાન્ય સભા બોલાવવામાં આવતી હોય છે. પરંતુ હવે રાત થોડી અને વેશ જાજા જેવું હોવાથી આગામી તારીખ 24 ના રોજ મળનારી સામાન્ય સભાને 'ખાસ સભા'નો દરજ્જો આપી તેમાં પ્રશ્નોત્તરીનો સમયગાળો રાખી એજન્ડા પ્રસિદ્ધ કરવામાં આવશે. આમ કરવા પાછળનું કારણ એ છે કે બજેટની નકલ અને સામાન્ય સભા બોલાવવા માટેનો 14 દિવસનો સમયગાળો ઘટીને સાત દિવસનો થઈ જાય છે.
જિલ્લા પંચાયતના શાસકોની સૌથી મોટી મૂંઝવણ જો તારીખ 10 ના કારોબારી અને તારીખ 17 ના સામાન્ય થવા બોલાવવામાં આવે તો મીટીંગ ની મિનિટમાં સહી કરવા માટે ત્રણ અધિકારીઓની જરૂર હોય છે અને આ સમયગાળામાં ધુળેટી સહિતની રજા આવતી હોવાથી કામકાજના ચોખા દિવસો માત્ર ત્રણ મળે છે. આ પરિસ્થિતિ નિવારવા કારોબારી સમિતિ અને સામાન્ય સભા પાછી ઠેલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાઈવ કોન્સર્ટમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી નેહા કક્કર, આ ભૂલના કારણે ભડકી ગયા ફેન્સ
March 25, 2025 07:52 PMહમાસ-હુથી છોડો, આ મુસ્લિમ સંગઠને ઇઝરાયલને બરબાદ કરવાની લીધી કસમ, છોડી 3 મિસાઇલ
March 25, 2025 07:51 PMસુરત: વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત, શર્ટથી ગળાફાંસો ખાધો
March 25, 2025 07:49 PMજામનગર: જૂનાગઢ મગફળી કૌભાંડ પર કિસાન કોંગ્રેસ પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા
March 25, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech