અલ-કાયદાના 11 સપ્ટેમ્બર, 2001 ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ પરના હુમલાના મુખ્ય કાવતરાખોર આરોપી ખાલિદ શેખ મોહમ્મદ દ્વારા આરોપો સ્વીકારવાના બદલામાં મૃત્યુદંડને નાબૂદ કરવા તૈયાર છે. પેન્ટાગોને જણાવ્યું હતું કે યુએસ પ્રોસિક્યુટર્સે 9/11ના માસ્ટરમાઇન્ડ ખાલિદ શેખ મોહમ્મદ સાથે ડીલ કરી હતી. આ સમજૂતી હેઠળ અમેરિકા માસ્ટરમાઇન્ડ ખાલિદ શેખે આરોપો સ્વીકારવાના બદલામાં મૃત્યુદંડને નાબૂદ કરવા તૈયાર છે. આ સમજૂતી લાંબા સમયથી ચાલી રહેલી બાબતોના ઉકેલ માટે કરવામાં આવી હતી. પેન્ટાગોન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, હાલમાં આ પ્રસ્તાવ સાથે સંબંધિત કોઈ વિગતો સાર્વજનિક કરવામાં આવશે નહીં.
ગયા વર્ષે પણ આવો જ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ 11 સપ્ટેમ્બર, 2001ના હુમલામાં માયર્િ ગયેલા લગભગ 3000 લોકોના પરિવારજનોનું માનવું હતું કે આરોપીઓને મૃત્યુદંડ મળવો જોઈએ. જોકે, ખાલિદ શેખ અને અન્ય બે આરોપીઓના લાંબા સમયથી ચાલી રહેલા કેસના ઉકેલમાં સમાધાન થઈ ગયું છે. તેને ક્યુબામાં ગુઆન્ટાનામો બે લશ્કરી મથકમાં વર્ષો સુધી કેદ કરવામાં આવ્યો હતો.
યુએસ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ખાલિદ શેખ મોહમ્મદ, વાલિદ બિન અતાશ અને મુસ્તફા અલ-હવાસાવીએ આજીવન કેદની સજાના બદલામાં કાવતરા માટે દોષી કબૂલ કરવા સંમત થયા હતા. માર્ચ 2003માં પાકિસ્તાનમાં પકડાયા પહેલા ખાલિદ શેખ મોહમ્મદને અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનનો સૌથી વિશ્વાસુ માણસ માનવામાં આવતો હતો. 2006માં ગુઆન્ટાનામો પહોંચતા પહેલા તેણે ત્રણ વર્ષ ગુપ્ત સીઆઈએ જેલમાં વિતાવ્યા હતા.
ખાલિદ શેખે ખુલાસો કર્યો હતો કે તે 9/11 હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ સિવાય તે અમેરિકા વિરુદ્ધ અનેક ષડયંત્રમાં પણ સામેલ હતો. તેણે અમેરિકન યુનિવર્સિટીમાંથી જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. ટ્વીન ટાવર્સને તોડી પાડવાની યોજના સિવાય, ખાલિદ શેખે 2002માં અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લનું માથું કાપી નાખ્યો હોવાનો દાવો કર્યો હતો. આ સિવાય 1993માં તેણે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર પણ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech