અદાણીએ પોતાની જ કંપનીઓ મારફત રૂપિયા લગાવ્યા હતા

  • February 03, 2023 12:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફોબેનો ચોંકાવનારો અહેવાલ, અદાણી પોતે જ મોટો દાવ રમી રહ્યા હતા, ભારતીય બ્રોકરેજ પેઢી મોનાર્ક નેટવર્ક અને બ્રિટનમાં આવેલી એલઆર આ કેપિટલ અંડર રાઇટર હતી




અદાણી ગ્રુપ દ્રારા એકાએક અદાણી એન્ટરપ્રાઇઝના એફપીઓને કેન્સલ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યા બાદ ભારે હંગામા મચી ગયો છે. અદાણી પર ભયંકર આરોપો મૂકવામાં આવી રહ્યા છે અને હવે ફોબેનો રિપોર્ટ આ વિષય પર જાહેર થયો છે. આ અહેવાલમાં એવો ચોકાવનારો આરોપ મૂકવામાં આવ્યો છે કે એફપીઓ પહેલાથી જ શંકાના ઘેરામાં છે અને વાસ્તવમાં અદાણીએ પોતાની જ કંપનીઓ મારફત નાણા લગાવ્યા હતા. આ પ્રકારના અહેવાલને પગલે ભારે ચર્ચા જાગી છે અને અદાણીના કારનામાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે.





રિપોર્ટમાં જણાવ્યા મુજબ અદાણી ખુદ પોતાની કંપનીઓમાં મોટો દાવ રમી રહ્યા હતા અને અદાણી એન્ટરપ્રાઇઝના એફપીઓને મેનેજ કરવા માટે જે ૧૦ કંપનીઓને રાખવામાં આવી હતી જેમાં બે કંપનીઓ એવી છે જેમની ચર્ચા હિંડન બર્ગના રિસર્ચ રિપોર્ટમાં પણ કરવામાં આવી છે.



હિંડન બર્ગના રિપોર્ટમાં આ બંને કંપનીઓની સામે અદાણી ગ્રુપને શેરમાં હેરફેર કરવા માટે મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને આ બંને કંપનીઓ એફપીઓમાં અંડર રાઇટર હતી. લંડન ખાતે આવેલી રોકાણ પેઢી એલાસ કેપિટલની સહાયતા કંપની પ્રાઇવેટ લિમિટેડ અને એક ભારતીય બ્રોકરેજ પેઢી મોનાર્ક નેટવર્ક કેપિટલ અંડર રાઇટર છે.



અદાણી એન્ટરપ્રાઇસીસ દ્રારા વેચાણ માટે પોતાના પ્રસ્તાવ સમજુતી પત્રમાં ૧૦ અંડર રાઇટર હતી અને તેમાંથી ઉપરોકત બે કંપનીઓ પણ સામેલ છે અને હીન્ડનબર્ગના રિસર્ચના આરોપ અનુસાર એલારા કેપિટલના ઇન્ડિયા ઓપોચ્ર્યુનિટી ફડં પાસે અદાણી કંપનીઓ માં ત્રણ અબજ ડોલરના પબ્લિકલી શેર છે.


અદાણી એન્ટરપ્રાઇઝે એફ પી ઓના સ્ટેટમેન્ટ માં આ બંને કંપનીઓની ચર્ચા કરેલી છે અને ઉલ્લેખ કર્યેા છે. એલારા કેપિટલને એફપીઓમાં ડ્રાિટગં અને એપ્રુવલ સાથે જોડાયેલી જવાબદારી સોંપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application