ગૌતમ અદાણી ગ્રુપે ફોચ્ર્યુન બ્રાન્ડ હેઠળ કાર્યરત કંપની અદાણી વિલ્મરમાં તેનો ૧૩.૫ ટકા હિસ્સો વેચીને . ૪,૮૫૦ કરોડ એકત્ર કર્યા છે. અદાણી ગ્રુપે ૧૦ જાન્યુઆરીએ કંપનીના ૧૭.૫૪ કરોડ શેર (૧૩.૫૦ ટકા ઇકિવટી) નોન–રિટેલ રોકાણકારોને અને ૧૩ જાન્યુઆરીએ રિટેલ રોકાણકારોને ૨૭૫ પિયા પ્રતિ શેરના મૂળ ભાવે વેચવાની જાહેરાત કરી હતી. ઓફર ફોર સેલમાં ૮.૪૪ કરોડ શેર અથવા ૬.૫૦ ટકા ઇકિવટી હિસ્સો અલગથી વેચવાનો વિકલ્પ પણ છે.
શેરબજારમાંથી મળેલી માહિતી અનુસાર, અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની અદાણી કોમોડિટીઝ એલએલપીએ અદાણી વિલ્મરમાં ૧૩.૫ ટકા હિસ્સો બિન–છૂટક રોકાણકારોને વેચવાની ઓફર પૂર્ણ કરી. આ વ્યવહારમાં વિવિધ આંતરરાષ્ટ્ર્રીય અને સ્થાનિક રોકાણકારો તરફથી મજબૂત માંગ જોવા મળી. ભારતીય મૂડી બજારોમાં તાજેતરના સમયમાં યોજાયેલા સૌથી મોટા ઓએફએસમાં ૧૦૦ થી વધુ રોકાણકારોએ ભાગ લીધો હતો. જૂથે સ્ટોક એકસચેન્જોને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે – અમે આ ઓફરમાં ૧.૯૬ કરોડ શેર (૧.૫૧ ટકા) સુધી ખરીદવાના વિકલ્પનો ઉપયોગ કરવાના અમારા ઇરાદા વિશે શેરબજારોને જાણ કરવા માંગીએ છીએ. યારે ૧૭.૫૪ કરોડ ઇકિવટી શેર મૂળ ઓફરનો ભાગ હશે.
આનાથી જાહેર જનતાને ઓફર કરાયેલા શેરની કુલ સંખ્યા ૧૯.૫૦ કરોડ (૧૫.૦૧ ટકા) થશે, જેમાંથી ૧.૯૫ કરોડ (૧.૫૦ ટકા) ૧૩ જાન્યુઆરીના રોજ ઓફરના ભાગ પે ઉપલબ્ધ થશે. આ વ્યવહાર સાથે, જૂથે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૩.૧૫ બિલિયન ડોલર ઇકિવટી મૂડી એકત્ર કરી છે.ઓએફએસ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, અદાણી વિલ્મરે લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગ (એમપીએસ) ધોરણોનું પાલન કયુ છે જેમાં પ્રમોટરો ૭૪.૩૭ ટકા અને બાકીના ૨૫.૬૩ ટકા જાહેર શેરધારકો પાસે રહેશે. આ ઓએફએસ અદાણી વિલ્મર લિમિટેડમાંથી જૂથના બહાર નીકળવાનો પ્રથમ તબક્કો છે, જેમાં તે ૪૩.૯૪ ટકા હિસ્સો ધરાવે છે. બીજા તબક્કામાં, વિલ્મર ઇન્ટરનેશનલ લિમિટેડે બાકીનો હિસ્સો ૩૦૫ પિયા પ્રતિ શેરના ભાવે ખરીદવા સંમતિ આપી છે.અદાણી ગ્રુપ આ વેચાણ તેના મુખ્ય માળખાગત વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નોન–કોર પ્રવૃત્તિઓમાંથી બહાર નીકળવાની વ્યૂહરચનાના ભાગ પે કરી રહ્યું છે. ગયા મહિને જૂથે અદાણી વિલ્મરમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી અને તેનો મોટાભાગનો હિસ્સો સંયુકત સાહસ ભાગીદારને વેચી દીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો મહાકુંભના મૌની બાબાને: 41 વર્ષથી મૌન, ફક્ત ચા પર જીવન, IAS-IPS માટે મફત કોચિંગ આપે છે
January 11, 2025 05:01 PMહાઈકોર્ટે BCCIને મુંબઈ પોલીસનું 6.3 કરોડનું દેવું ચુકવવા લગાવી ફટકાર
January 11, 2025 03:58 PMકન્નૌજમાં રેલવે સ્ટેશનનું લિન્ટર ધરાશાયી, કાટમાળ હેઠળ 35 લોકો દટાયા, ત્રણના મોત, મોતનો આંકડો વધી શકે
January 11, 2025 03:52 PMમહાવિકાસ અઘાડીમાં તિરાડ! ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતૃત્વમાં BMC ચૂંટણી એકલા હાથે લડશે
January 11, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech