મુળુભાઇ બેરાના હસ્તે નલ સે જલ યોજના અંતર્ગત ભાણવડના બતડીયા નેશ ખાતે ૪.૪૦ કરોડના કામોના ખાતમુહુર્ત

  • March 07, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેવાડાના વિસ્તારો સુધી નાગરિકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ: કેબિનેટ મંત્રી

રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના બતડીયા નેશ ખાતે નલ સે જલ યોજના અંતર્ગત રૂ. ૪.૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ કામોનું ખાતમુહુર્ત કર્યું હતું.
આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તારો સુધી નાગરિકોને પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ભાણવડના બતડીયા નેશ ખાતે અંદાજિત ૪.૪૦ કરોડના ખર્ચે નલ સે જલ યોજનાના વિવિધ કાર્યો ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. જેના થકી ભાણવડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં પીવાના પાણીની ઉપલબ્ધતામાં વધારો થશે.
ભાણવડના બતડીયાનેશ વિસ્તારમાં ૨.૦ ખકઉ નો ફીલ્ટર પ્લાન્ટ ૩૮ લાખના ખર્ચે તેમજ ૦૧ ખકઉનો અંડરગ્રાઉન્ડ સંપ ૩૬.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામશે. આ ફિલ્ટર પ્લાન્ટથી કીલેશ્વર નાકા, પોરનાકા, ફતેપુર, રેસ્ટ હાઉસ, તાલુકા સેવા સદન તથા રામેશ્વર પ્લોટની ઉંચી ટાંકીઓને જોડતી ઉઈં - ઊં૭ પાઇપ લાઇન ૨.૧૨ કરોડના ખર્ચે નાખવામાં આવશે.
આ સિવાય નગરપાલિકાના મફતપરા, વિજયપુર રોડ, બતડીયા નેશ, કિલેશ્વર નાકા થી ભુતવડ રોડ વિસ્તારમાં ઙટઈ ની અલગ અલગ સાઇઝની ડિસ્ટ્રીબ્યુશન પાઇપ લાઇનનો ૮૮ લાખના ખર્ચે નાખવામાં આવશે.નગરપાલિકાના હયાત ઊજછ તથા ટીંબડી ફિલ્ટર પ્લાન્ટને રિપેરીંગનું કામ પણ કરવામાં આવશે.  આ કામો થવાથી નગરપાલિકા તેમજ આજબાજુ વિસ્તારમાં સુવિધાઓમાં વધારો થશે.
આ કાર્યક્રમમાં  ઇન્ચાર્જ કલેકટર એસ. ડી.ધાનાણી, મામલતદાર, ઇન્ચાર્જ ચીફ ઓફીસર રાહુલ કરમુર,અગ્રણી ગોવિંદ કનારા, ચેતન રાઠોડ, નગરપાલિકાના પૂર્વ સદસ્યો સહિતના લોકો ઊપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News