જામનગર શહેરના ચકચારી શિક્ષિકા આપઘાત કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર

  • September 23, 2023 11:49 AM 

જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં રહેતી  અને શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતી એ આપઘાત કરી લેતાં સમગ્ર શહેર માં સારી એવી ચકચાર જાગી હતી.

  આ બનાવ ની હકીકત એવી છે કે જામનગર શહેર ના પંચવટી વિસ્તારમાં આવેલા શીતલ એપાર્ટમેન્ટ માં રહેતી નુરજહા ઇબ્રાહિમ હુંન્ડદા નામ ની મુસ્લિમ વાઘેર જ્ઞાતિ ની અપરણિત યુવતી જે પોદાર સ્કુલ માં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી તેણે તા.૧૭.૫.૨૩ ના રોજ પોતાના ઘેર ગળો ફાંસો ખાઇ ને આપઘાત કર્યો હયો. અને પોતાની સુસાઈડ નોટ માં પોતાની મોત ના જીમેદાર માટે અખ્તર અનવર ચમડીયા,રજાક સાઇચો, અફરોઝ તૈયબ ચમડીયા ના નામ લખી અને તેઓ તેની સાથે પ્રેમ સબંધ રાખવા દબાણ કરતા હોય મારી બદનામી કરતા હોય અને મને જીવવા દીએ તેમ નથી. 

જેથી મૃતક ના ભાઈ  ઇશાક ઈબ્રાહિમ હુંદડા સીટી બી. ડિવિઝન પોલીસ માં અખ્તર અનવર ચમડિયા .રજાક સાઈચો, અફરોઝ ચમડીયા સામે આઇ પી સી કલમ ૩૦૬,૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ.જેમાં અખ્તર અનવર ચમડીયા ની પોલીસે તા.૧૧/૬/૨૩ ના રોજ ઘરપકડ કરી જેલ હવાલે કરેલો હતો. જયારે આરોપી રજાક સાઇચા અને અફરોઝ ચમડીયા ફરાર થઈ ગયેલ હતાં .

જેથી પોલીસે આરોપી અખ્તર અનવર  ચમડીયા સામે મુદત હરોળ માં ચાર્જશિટ કરેલું હતુ. ગુજરાત હાઈકોર્ટ માં ચાર્જશીટ પછી અખ્તર અનવર ચમડીયા એ પોતાના  વકીલ મારફ ડીશટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ માં જામીન અરજી દાખલ કરતાં   જે અરજી  સેશન્સ કોર્ટ માં ચાલતા ગુજ. નુરજહl બેન ના ભાઈ ઇશાક ઈબ્રાહિમ મૂળ ફરીયાદી એ જામીન અરજી સામે વાંધા જવાબ તેમના એવકીલ હારૂન પલેજા મારફતે રજૂ કરેલ, અને સરકાર તરફે   સરકારી વકીલ શ્રી.  ડી. આર .ત્રિવેદી એ  અરજદાર અખ્તર ચમડીયા ની જામીન અરજી નામંજૂર કરવા  દલીલો કરી  હતી. જે દયાને લઇ   સેશન્સ જજ શ્રી એસ. કે.બક્ષી એ આરોપી ની અરજી નામંજૂર કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application