ખંભાળિયામાં રહેતા કમલેશભાઈ પાલાભાઈ વિંઝુડા દ્વારા આરોપી એ.ટી. ચાવડા એન્ડ કંપનીના પ્રોપરાઈટર અશોક તેજશીભાઈ ચાવડા (રહે. ભરાણા વાળા) પાસેથી અલગ અલગ ચેકોની મળી, કુલ રૂપિયા 15,82,000 ની રકમ લેવાની થતી હતી. જે રકમ આરોપીએ ન ચૂકવતા ખંભાળિયાની એડિશનલ ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ અશોકભાઈ ચાવડા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ અંગેનો કેસ ચાલી જતા ફરિયાદી તરફે રજૂ કરવામાં આવેલા યોગ્ય પુરાવાઓ તેમજ વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી.
આટલું જ નહીં, રૂપિયા 15.82 લાખના પુરા વળતર અને રૂપિયા 1,52,800 ની રકમ ખર્ચ પેટે એક માસમાં ફરિયાદી કમલેશભાઈને ચૂકવી આપવા પણ હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ જે.એમ. સાગઠીયા, વાય.એમ. આરબાણી, એમ.બી. ચાવડા સાથે ફરહાન બ્લોગ, આફીદી સુમરા અને હરદેવસિંહ જાડેજા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationEPFOનો મોટો બદલાવ: નોકરી બદલવા પર PF ટ્રાન્સફર થશે સરળ, 1.25 કરોડ લોકોને ફાયદો
April 25, 2025 10:49 PMપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech