પોરબંદરમા વર્ષ ૨૦૧૯ની સાલમાં અનુસુચિત જાતિસમાજની સગીરાના અપહરણ અને બળાત્કારના ગુન્હામાં આરોપીને આજીવનકેદની સજા અને ૩૯ હજાર પિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પોરબંદરના છાયાચોકી ચાર રસ્તા પાસે રહેતા જીમ્મી ઉર્ફે કલ્પેશ ચંદુ અમલાણી નામના યુવાન સામે વર્ષ ૨૦૧૯ની સાલમાં સગીરાના અપહરણ, એટ્રોસીટી અને બળાત્કારનો ગુન્હો નોંધાયો હતો જેમાં જીમ્મી ઉર્ફે કલ્પેશે ગઇ તા. ૧૫-૩-૨૦૧૯ના રોજ સાડા નવ વાગ્યાના સમયગાળામાં છાયા-વણકરવાસમાંથી આ કામના ફરીયાદીની સગીર વયની દીકરી (ભોગ બનનાર)ને તેણી અનુસૂચિત જાતિની તેમજ સગીર હોવાનું જાણવા છતા ભોગ બનનારને લલચાવી-ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે આ કામના ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઇ ગયેલ અને ભોગ બનનાર સાથે અલગ-અલગ જગ્યાએ અનક વખત ભોગ બનનાર સાથે તેણીની મરજી વિધ્ધ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારી ગુન્હો આચરેલ હતો જે બાબતે આ કામના ફરીયાદી દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આ કામના આરોપી વિરુધ્ધ ફરીયાદ રજુ કરતા આ કામના આરોપી વિરુધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એકટની કલમ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો અને તપાસના અંતે આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા હોય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ હતું. આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધીરસિંહ જેઠવા દ્વારા ૫૭ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ ૧૬ જેટલા સાહેદોને તપાસવામાં આવેલા હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવેલ હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજૂ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી જીમ્મી ઉર્ફે કલ્પેશ ચંદુભાઇ અમલાણી વિધ્ધ આઇ.પી.સી. કલમ તથા પોકસો એકટની કલમ તથા એટ્રોસીટી એકટની કલમ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય સજા સ્વપે પોકસો એકટની કલમ-૬ મુજબના ગુન્હા અન્વયે આજીવન કેદની સજા તથા કુલ ા. ૩૯,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધક્કામુક્કી કાંડ મામલે રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી? ભાજપે અનેક કલમો હેઠળ નોંધાવી ફરિયાદ
December 19, 2024 10:53 PMઅમદાવાદ: દાદાગીરીનો વિડિયો વાયરલ, પોલીસની કાર્યવાહી, બે કર્મચારી સસ્પેન્ડ
December 19, 2024 09:54 PMગુજરાત સરકારની ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતો પાસેથી રૂ.2425ના ભાવે ખરીદશે ઘઉં
December 19, 2024 08:40 PMજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech